વિરમગામ G.I.D.C. માં પહેલી વખત ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

0
82

 

 

15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની દેશભરમાં ભવ્ય ઊજવણી કરવામાં આવી ત્યારે વિરમગામ G.I.D.C. માં પહેલી વાર, ધ્વજવંદનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું . વિરમગામની હાંસલપુર G.I.D.C. ખાતે, ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને વેપારીઓ દ્વારા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બધા જ વેપારી મિત્રો સાથે મળીને સુંદર આયોજન દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી અને કોમી એખલાસનું વાતાવરણ સર્જાયું હતૂ.વિરમગામ G.I.D.C. ના પ્રમુખ મનસુખભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં, આજના પવિત્ર દિવસથી, “પ્લાસ્ટિક ના વપરાશ પર પ્રતિબંધ” પર ભાર મૂક્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here