વ્યાજ ઉપર પૈસા અપાવવાની લાલચ આપી પેટલાદના વ્યક્તિને દિલ્હી લઇ જઈ કીડની કાઢી વેચી મારતા આનંદ પોલીસમાં ફરિયાદ

0
367

Viral-Mehta-144x150logo-newstok-272-150x53(1)Viral Mehta – Anand

 

આણંદ જીલ્લાના પેટલાદ તાલુકાના પુડોળી ગામના રહેવાસી અમીરમીયા મલેકને આર્થિક ભીંસ હોઈ તેને વ્યાજે પૈસા અપાવવાની લાલચ આપી અને દિલ્હી લઇ જઈ કેફી પદાર્થ પીવડાવી તેમના જ ગામના રફીક વોહરા, હમીદ કટલરીવાલા, શેરભાઈ, ડો. મુકેશ ચૌધરી ભેગા મળી અને દિલ્હીના એક ગેસ્ટ હાઉસમાં લઇ જઈ કેફી પદાર્થ પીવડાવી તેની કીડની કાઢી અને વેચી દીધી હતી. જયારે અમીરમીયા ભાનમાં આવતા તેઓને આ બાબતની જાણ થતા તેમના સાથે આવેલ ઇસમોને આ બાબતે પુછતા તેઓએ અમીરમીયાને કહ્યું હતું કે જો તમે આ  હકીકત કોઈને કહી તો તમને જાનથી મારી નાખીશું તેમ જણાવેલ હતું તેમ છતાં ઘરે આવીને પોતાના પરિવાર જનોને વાત કરતા તેઓએ આ બાબતે આણંદ પોલીસમાં ફરીયાદ કરવાનું નક્કી કર્યું હતું અને તેઓએ આ બાબતે બનેલી ઘટનાની જાણ આણંદ પોલીસને કરતા આ સબંધી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here