શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત વિરમગામ તાલુકાના ૫૪ હજાર બાળકોની તપાસ કરવામાં આવશે

0
321

nilkanth-vasukiya-viramgamlogo-newstok-272-150x53(1)NILKANTH VASUKIYA – Viramgam –
-૨૧ નવેમ્બર થી વિરમગામ તાલુકામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ
-તમામ શાળાઓ તથા આંગણવાડીઓમાં આરોગ્ય તપાસણી થી લઇ સુપર સ્પેશ્યાલીટી સારવાર વિના મુલ્યે


આજના સમયમાં મોંઘવારી દિન પ્રતિદિન વધતી જાય છે અને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ સહિત દવાઓ પણ મોંઘી બની છે. આવા સમયમાં કોઈ સામાન્ય પરિવારનો શાળામાં અભ્યાસ કરતો બાળક કોઈ ગંભીર બિમારીમાં સપડાય તો પરિવાર આકુળ-વ્યાકુળ બની જતો હોય છે અને સારવાર માટે આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં મસ મોટો ખર્ચ કરવો પડતો હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આવા પરિવારોની વ્હારે સરકાર આવી છે અને રાજ્યભરની શાળાઓમાં દર વર્ષે શાળા આરોગ્ય તપાસણીનો કાર્યક્રમ રાખી બાળકોના આરોગ્યની તપાસણી નિષ્ણાંત ડોક્ટરો દ્વારા કરવામાં આવે છે જે અન્વયે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ૫૪૫૨૧ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવશે. navi 2images(2)
તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા તાલુકા શાળા વિરમગામ ખાતે આયોજિત શાળા આરોગ્ય કાર્યક્રમનું ઉદઘાટન ધારાસભ્ય તેજશ્રીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ. જેમાં તાલુકા આઇઇસી ઓફિસર એસ.એલ.ભગોરા, ગૌરીબેન મકવાણા, જયેશ પાવરા, ડો હર્ષા સાહૂ સહિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ સ્થાનિક લોક પ્રતિનીધીઓ દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુ થી ૬ વર્ષ સુધીના આંગણવાડીના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો, માધ્યમિક શાળાના વિધાર્થીઓ તથા નવજાત શિશુ થી 18 વર્ષ સુધીના શાળાએ જતા કે શાળાએ ન જતા બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર કરવામા આવશે . અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં શાળા આરોગ્ય તપાસની કાર્યક્રમ ૨૧મી નવેમ્બરથી ૨૧મી જાન્યુઆરી સુધી યોજાશે. જેમાં વિરમગામ તાલુકાની તમામ ૧૧૭ પ્રાથમિક શાળા, ૧૯ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને ૧૮૬ આંગણવાડીઓમાં કુલ ૫૪૫૨૪ બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય સ્ટાફ તથા મેડીકલ ઓફિસર વડપણ હેઠળ બનાવેલ ૧૨ ટીમો દ્વારા આરોગ્યની તપાસ કરી જરૂરી સારવાર અપવામાં આવશે અને જરૂરીયાતવાળા બાળકોને સુપર સ્પેશ્યાલીટી સારવાર પણ વિના મુલ્યે આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here