સંજેલીના ગરાડીયા ખાતે નવીન મહાકાળી માતાના મંદિરની શોભાયાત્રા બાદ 3 દેવી-દેવતાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી

0
254

faruk patel

logo-newstok-272-150x53(1)

FARUK PATEL – SANJELI
દાહોદ જિલ્લાનાં સંજેલી તાલુકાનાં ગરાદિયાં મુકામે તારીખ ૦૨/૦૪/૨૦૧૭ રવિવારના રોજ ત્રણ મુર્તિ ધરાવતા નવીન મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મંદિરના લોકાર્પણમાં ૫ (પાંચ) મહંતો (બ્રાહ્મણ) ની ઉપસ્થિતિમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિથી પુજા અર્ચના કરી મહાકાળી માતાજીની મુર્તિ, ગણપતિદાદાની મુર્તિ અને હનુમાનજી દાદાની મૂર્તિને પ્રસ્થાપિત કરવામાં આવી હતી.

PERSONA PLUZ

રવિવારના રોજ નવીન મંદિરની શોભાયાત્રામાં ફતેપુરા ધારાસભ્ય (૧૨૯) રમેશભાઈ કટારા, ગ્રામજનો તથા માઈભક્તો પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ રીતે બંધ રાખી મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા ગરાડીયા ગામના મુખ્ય માર્ગો ઉપર ફરી પરત મહાકાળી માતાના મંદિરે પહોચી હતી. જે બાદ સોમવાર તા.૦૪/૦૪/૨૦૧૭ નાં રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના આગેવાન તથા જિલ્લા શિક્ષક સંઘના ઉપપ્રમુખ સુરતનભાઈ કટારા દ્વારા બધોજ ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here