સંજેલીના ઢેડીયા ખાતે L & T ફાઇનાન્સ કંપનીના કર્મચારીના લુંટમાં સંડોવાયેલા 3 શખ્સોની ધરપકડ

0
280

faruk patel

logo-newstok-272-150x53(1)

FARUK PATEL – SANJELI

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીથી સંતરામપુર જતાં ઢેડીયા ગામે તારીખ ૨૧.૧૦.૨૦૧૬ ના રોજ બપોરના ૦૧:૪૫ કલાકે લીમખેડા અને સંજેલી તાલુકાનાં ૬ ગામોની વસૂલાત કરી ઢેડીયા થઈ સંતરામપુર તરફ જતાં L & T ફાઇનન્સ કંપનીના કર્મચારી ૨૭ વર્ષીય ભગવાનસિંહ પરમાર પોતાની બાઇક લઈ પસાર થતો હતો તે દરમિયાન બાઇક ચાલકને આંતરી ચપપુની અણી બતાવી ૧.૭૦ લાખ જેટલી રકમ ભરેલી બેગ લઈ લૂંટારુ નાસી છુટવામાં સફળ રહ્યા હતા. જે બાબતે સંજેલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ૨૦.૦૩/૨૦૧૭ના રોજ પોલીસને મળેલી બાતમીના આધારે સંજેલી PSI બી.સી.ચૌહાણ પોતાનો સ્ટાફ લઈ બાતમીના આધારે વોચ ગોઠવી હતી જે બાદ આ ત્રણેય લુટારુંમિત્રો પોલીસને જોઈ ભાગી જવાની કોશિશ કરતાં પહેલા પોલીસે દબોચી લીધા હતા અને પોલીસ વાનમાં બેસાડી લઈ ગયા હતા. ત્યારબાદ ત્રણે આરોપી (૧) વિનુભાઇ બીજીયભાઇ ડામોર ઉ.વ.- ૩૫ રહે. નાની સંજેલી તા. લીમખેડા, (૨) રમેશભાઈ સોમાભાઇ તડવી ઉ. વ. ૩૭ રહે. ડોકી (૩) ગુલાબ રામા કટારા ઉ.વ.૩૪ રહે. સંજેલી ત્રણેય શખ્શોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન ત્રણેય લૂંટારા પાસેથી ૬૪૦૦૦ જેટલી રકમ પણ રિકવર કરવામાં આવી છે. જે બાદ રેમાં  રીમાન્ડ પૂર્ણ થતાં ત્રણેય આરોપીને સબજેલમાં ધકેલી દીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here