સંજેલીના નેનકી ગામે પાણીની વિકટ સમસ્યા ગ્રામજનો મુશ્કેલીમાં

0
406
 faruk patel logo-newstok-272-150x53(1)Faruk Patel – Sanjeli
સંજેલી તાલુકાના નેનકી વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પાણીની તીવ્ર અછત વર્તાઈ રહી છે. સરકારી યોજનાઓ માત્ર કાગળ પરજ પૂરી થયેલી હોઈ ગ્રામજનોને ઉનાળાના આવા કપરા પીવાના પાણીની  કટોકટીનો સામનો કરવો પડે છે.
ગ્રામજનોની રજુઆતને લઈને અમારા પ્રતિનિધીએ નેનકી ગામની મુલાકાત લીધી હતી અને ચીબોટા નદી પણ જીતપુરા નેનકી ના પાદરેથી પસાર થતી કડાણાની મહીસાગર નદીને  મળે છે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી પાંખા વરસાદને લઈને આ વિસ્તારના લોકો પાણીની સમસ્યાનો ભોગ બનેલા છે ત્યારે ગ્રામ પંચાયત તરફથી સરકારી યોજનામાં વર્ષ 2011 – 2012માં બનાવેલ પાણીની ટાંકીમાં આજ  દિન સુધી પાણી પહોચ્યું નથી. નિશાળ ફળિયામાં આવેલ આ પાણીની ટાંકીમાં વેઠ ઉતારવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે નહી તો સરકારી યોજનાનો સદ્દઉપયોગ થયો હોત તો ગ્રામજનોને ખરેખર પાણી નસીબ હોતું અને જે હેન્ડપંપ છે તેમાં લાઈનો મોટી લાગે છે અને પાણી ઓછું આવે છે. ખરેખર આ વિસ્તારમાં સરકારી તંત્રએ  જાગીને લોકોની આ  લાવવો જરૂરી છે નહીતર લોકોનો આક્રોશ કંઈક જુદું જ પરિણામ આપે તો નવાઈ નહિ !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here