સંજેલીમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક અમૃતપેય  ઉકાળાનું વિતરણ કરવામા આવ્યું

0
172
સંજેલી આરોગ્ય ટીમ દ્વારા ત્રણ દિવસથી ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
કોરોના મહામારીના કારણે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા તેમજ સરકારી આયુર્વેદિક હોસ્પિટલના દ્વારા શક્તિવર્ધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સંજેલીના કન્ટેનમેન્ટ ઝોન અને બફર જોન વિસ્તારમાંમાં છેલ્લા ત્રણ દિવસથી આરોગ્ય કર્મચારી અને RSS પરિવાર દ્વારા ઘરે ઘરે જઇ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેના કારણે હકારાત્મક પરિણામો આવે કોરોના મહામારી રોગોને અટકાવવા રક્ષણાત્મક પગલા લેવામાં આવી રહ્યા છે. જિલ્લામાં ઠેર ઠેર આયુર્વેદીક ઉકાળાનું વિતરણ શરૂ છે ત્યારે સંજેલી તાલુકા મથકે કોરોના પોઝિટિવ આવતા કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન વિસ્તારોમા સરોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી આયુર્વેદિક તેમજ હોમીયોપેથીક ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ઘરે ઘરે જઇને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગ તરફથી સંજેલી ગામના લોકોમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે ત્રણ દિવસ થી ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે પીવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને બિમારીથી રક્ષણ મળશે. આ વિતરણ કાર્ય સંજેલીની આરોગ્યની ટીમ દ્વારા કરવામા આવી રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here