સંજેલીમાં શ્રીમદ્દ ભાગવદ સપ્તાહની પોથીયાત્રા નીકળી, એકતાના પ્રતિક સમાન સર્વ ધર્મના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

0
342

FARUK PATEL – SANJELI

 

 

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં મુખ્ય મથક સંજેલી ખાતે સાત દિવસ યોજાનારી શ્રીમદ્દ ભાગવદ સપ્તાહની શરૂઆત કરતાં પહેલા સંજેલી દરબારગઢ ખાતે આવેલ રામજી મંદિરથી પોથીયાત્રા તેમજ કળશયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા સંજેલી નગરના વિવિધ માર્ગો પર ફરી પંચાલ ફળિયામાં પહોચી ગઈ હતી.

 સંજેલીના પંચાલ ફળિયામાં બુધવારના રોજ તુલસી વિવાહના શુભ દિવસથી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં કથાનું રસપાન આચાર્ય શ્રી ગિરધારભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યો હતો. સંજેલી દરબરગઢમથી આવેલ રામજી મંદિરથી કળશ તેમજ પોથીયાત્રા કાઢવામાં આવી હતી જે યાત્રા સંજેલી નગરના મુખ્ય માર્ગે ફરી સંજેલીના પંચાલ ફળિયામાં બપોરના સમયે આવી પહોચી હતી ત્યારે સંજેલી નગરના મુસ્લિમ, વ્હોરા અને જૈન સમુદાયના આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી આચાર્ય ગિરિધર મહારાજને ફૂલહાર પહેરાવી અને શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.      

       સંજેલી નગરના તમામ ધર્મના લોકો એક સાથે મળીને સાત દિવસ ચાલનારા આ શ્રીમદ્દ ભાગવદ સપ્તાહની શરૂઆત કરવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here