સંજેલીમાં સ્વ. અટલ બિહારી બાજપાઈજીને શ્રદ્ધાંજલિ અર્પણ

0
114

FARUK PATEL – SANJELI

 

 

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ખાતે આવેલ ચાલી રોડની અણુવાટિકામાં સંજેલી નગર સહિત આસપાસના ગામડાના સરપંચ, કાર્યકરો, ગામના આગેવાનો, સંજેલી તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, હિન્દુ, મુસ્લિમ, વહોરા સમાજના આગેવાન વેપારીઓ દ્વારા સ્વ. શ્રી અટલ બિહારી બાજપાઈજી ને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર તથા દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરસિંહ આમલિયાર તથા ભાજપના અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહયા હતા. સંજેલી ખાતે યોજાયેલ અટલ બિહારી બાજપાઈજીની સર્વદલીય સાર્વજનિક પ્રાર્થના સભામાં દેશના લાડલા એવા સ્વર્ગસ્થ શ્રી અટલબિહારી બાજપાઈજી શ્રદ્ધાંજલિ આપતા બે મિનિટ મૌન પાળી કરવામાં આવી હતી તેમજ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સંજેલી નગરમાં બસ સ્ટેન્ડ વિસ્તારના ચોકને અટલજીના નામ પરથી દેશના વડાપ્રધાન ની યાદમાં અટલજી ચોક નામ આપવાની ચર્ચા કરવામાં આવી. હતી આમ સંજેલી ખાતે તા. ૨૮મી ઑગસ્ટ 2018ના મંગળવારના રોજ સવારે 9 કલાકે અણુ વાટીકા સંજેલી ખાતે અટલજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરે અટલજીની કાર્ય કરવાની પ્રણાલિકા કેવી હતી તેની યાદ તાજી કરી હતી કેટલાય દેશના ગૂંચવાયેલા પ્રશ્નો સરળતાથી ઉકેલ લાવવામાં અટલજીનો ખાસ વાળા રહ્યો હતો અને તેની સમજ આપી હતી અને તેમના માર્ગે ચાલવાની સૌને અપીલ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here