જીલ્લા રોજગાર વિનિમય કચેરી દાહોદ દ્વારા સરકારી આઈટીઆઈ સંજેલી ખાતે ગત રોજ રોજગાર ભરતી મેળો યોજાયો હતો. સંજેલી અને સીંગવડ તાલુકાના ઉમેદવાર ભાઈઓ અને બહેનોને ખાનગી ક્ષેત્રમા રોજગારી અને સ્વરોજગારીની તકો મળે તે માટે તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો.
આ ભરતી મેળામાં દાહોદ, પંચમહાલ, વડોદરા જીલ્લાના નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. ભરતી મેળામા ૧૮ થી ૩૫ વર્ષના ધો ૧૦ પાસ, ૧૨ પાસ, આઈટીઆઈ અને ગ્રેજયુએટ લાયકાત મુજબની ૨૦૦ જેટલી ટેકનીકલ-નોન ટેકનીકલ જગ્યા માટે ૧૫૦ થી વધુ ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પ્રક્રીયામા ભાગ લીધો હતો. જેમાંથી ૭૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામા આવી છે અને રૂ. ૯૫૦૦/-થી રૂ. ૧૪૫૦૦/- સુધીના પગારની ઓફર કરાઇ છે.
ઉમેદવારોને આગામી દિવસોમાં ઘેર બેઠા રોજગારીનો લાભ લેવા અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in પર અને નેશનલ કેરિયર સેન્ટર www.ncs.gov.in પર રજીસ્ટ્રેશન કરવા અને રોજગાર સેતુ હેલ્પલાઇન ૬૩૫૭૩૯૦૩૯૦ નો સંપર્ક કરવા તેમજ જે યુવાનો સ્વરોજગારી માટે સ્વતંત્ર ધંધો વ્યવસાય કરવા લોન સહાય મેળવવા જીલ્લા ઉધોગ કેન્દ્ર દાહોદની યાદી મુજબના ડોક્યુમેન્ટ સાથે સંપર્ક કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ લશ્કરી ભરતીની તૈયારી માટે નિવાસી તાલીમમા રસ ધરાવતા ઉમેદવારોને રોજગાર કચેરી દાહોદ ખાતે ફોર્મ ભરવા જણાવવામા આવ્યુ.