દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં લાયન્સ ક્લબ સંજેલી પેલેસનો પ્રથમ શપથવિધિ તેમજ ચાર્ટર અર્પણ વિધિ કાર્યક્રમ તા.૦૭/૦૩/૨૦૨૧ ને રવિવારના રોજ યોજાયો હતો.જેેેમાં લીમડી લાયન્સ પ્રમુખ પારસ ઝામર અને તેમની ટીમના મહેન્દ્ર જૈનના માર્ગદશનથી સંજેલી ખાતે વિથ ફેમેલી સાથે બનેલી નવી લાયન્સ કલબની શરૂઆત કરવામાં આવી. જેમાં પહેલા જ વર્ષમાં 30 થી 40 જેટલા સભ્યની યુવા ટીમ ઉભી થતા ગોધરા, વડોદરા, દાહોદના લાયન્સ હોદેદારો પણ પ્રભાવિત થયા હતા. ઝાલોદ, પંચમહાલના લાયન્સ હોદેદારો, જે.પી. ત્રિવેદી ડિસ્ટકટ ગવર્નરના હસ્તે દીપ પ્રગટાવીને સંજેલી લાયન્સ ક્લબ ના પ્રથમ પ્રમુખ મયુર જૈન, મંત્રી જીતેન્દ્ર કોઠારી, વિપુલ જૈન જેવા લાયન્સ ક્લબ સભ્ય ને શપથવિધિ તેમજ ચાર્ટર અર્પણ વિધિ તથા શપથ લા.રમેશભાઈ પ્રજાપતિએ લેવડાવ્યા હતા. લા.જે. પી. ત્રીવેદી ડિસ્ર્ટકટ ગવર્નવર.કમેલશભાઈ લીબાચિયા, પરિમલ પટેલ, પ્રભુદયાલ વર્મા વગેરે હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સમાજમાં સેવાકીય કામો કરવા માટે લાયન્સ ક્લબ સારામાં સારું પ્લેટફોર્મ છે અને તે દુનિયાના 212 જેટલા દેશોમાં આ લાયન્સ ક્લબ ચાલે છે અને લોકોને સારી મદદ પણ મળી શકે છે. તેનાથી સમાજના લોકોને થતા ફાયદાની સમજ પણ આપી હતી. આ સમારોહોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
