સંજેલી તાલુકાના મોલીના પ્રેમી પંખીડાઓ પોલીસ પકડથી દૂર : સોમવારના રોજ પ્રેમી પંખીડાઓને ગ્રામજનો દ્વારા તાલીબાની સજા આપતો વીડિયો વાયરલ થયો હતો 

0
290
 FARUK PATEL –– SANJELI 
દાહોદ જિલ્લાના  સંજેલી તાલુકાના મોલી ગામમાં રહેતા પરિણીત યુવકને ગામની જ પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાઈ જતા બંને પ્રેમી પંખીડાઓ થોડા મહિના અગાઉ નાસી ગયા હતા. જે બાદ ગ્રામજનો દ્વારા બંને પ્રેમી પંખીડાઓને પકડી લાવી પ્રેમીના ખભે પ્રેમિકાને બેસાડી ગામમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેનો વીડિયો સોમવારના રોજ વાયરલ થતાં જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા હતા. ચોવીસ કલાક બાદ પણ બંને પ્રેમી પંખીડા પોલીસ પકડથી દૂર છે ત્યારે જિલ્લા સહિત તાલુકા પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સંજેલી તાલુકાના મોલી ગામમાં ગવા ડુંગરી ફળિયામાં રહેતા પરણીત લિમસિંગભાઇ વાલસીભાઇ મકવાણાને મોલી ગામની બારિયા પરિવારની વહુ સાથે પ્રેમ સંબંધ બંધાઈ જતા બંને પરણીત પ્રેમી પંખીડાઓ દિવાળી બાદના એક બીજાના પુત્રોને સાથે લઇ નાસી ગયા હતા જે બાદ બંને પ્રેમી પંખીડાઓની બારિયા પરિવાર દ્વારા  શોધખોળ આદરતા બન્ને પ્રેમી પંખીડાઓ  ઝાલોદ બસ સ્ટેન્ડમાંથી મળી આવતાં બંને  પ્રેમી પંખીડાને ગ્રામજનો દ્વારા  મોલી ગામમાં લાવ્યા હતા. જે બાદ માથાભારે ગ્રામજનો દ્વારા પ્રેમનો પાઠ શીખવવા મેથીપાક આપી પ્રેમિકાને પ્રેમીના જ ખભા પર બેસાડી અભદ્ર ભાષાનો પ્રયોગ કરી જાહેર રસ્તા પર જ માર મારતાં તેમજ તેની સાડી ખેંચી લઇ માર મારતા  ગામના મુખ્ય રસ્તા ઉપર વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેનો વીડિયો વાયરલ થતા જિલ્લા પોલીસ વડાએ ઘટનાની તપાસના આદેશ આપતા ડીવાયએસપી સહિત પોલીસની ટીમ સંજેલી મથકે દોડી આવી હતી અને બનાવની શોધખોળ આદરી હતી. જે બાદ ચોવીસ કલાક વીતી ગયા છતાં પણ બંને પ્રેમી પંખીડાઓને કોઈ પત્તો લાગ્યો નથી. હાલ પોલીસ બંને પરિવારોની સંપર્ક કરી પ્રેમી  પંખીડાઓ હાલ કયા  છે તેની પૂછપરછ કરી રહી છે.
ઝાલોદ તાલુકાના મેલણીયા ગામની પુત્રીના લગ્ન સંજેલી તાલુકાના મોલી ગામે રહેતા રમેશભાઇ પુનાભાઇ બારીયા સાથે થયા હતા. જેમના લગ્ન જીવનમાં ત્રણ પુત્રીઓ છે. જ્યારે લિમસિગભાઇ વાલસિંગભાઈ મકવાણાને પણ લગ્ન જીવનમાં બે પુત્ર છે. ત્યારે લિમસિગભાઈને રમેશ બારિયાની પત્નીના પ્રેમ જાળમાં ફસાઇ જતાં બન્ને પ્રેમી પંખીડાઓ એક બીજાના પતિ પત્નીને તરછોડી એકબીજાના પાચેય પુત્ર પુત્રીને સાથે લઇ દિવાળી બાદ નાસી ગયા હતા. જે બાદ ઝાલોદ મુકામેથી પકડાઈ જતાં ગ્રામજનો દ્વારા પકડી લાવી મેથીપાક મેથી પાક આપી પ્રેમીના ખભે પ્રેમિકાને ચઢાવી વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

Version : –  મહિલાને ઉઠાવી લઈ જનારની ભાભી કમળાબેન મકવાણા, મોલી — સંજેલી તાલુકાના મોલી ગામે ગવા ડુંગરી ફળિયામાં રહેતા લિમસિંગભાઇ વાલસિંગભાઇ મકવાણાને ગામની જ બારિયા પરિવારની વહુ સાથે પ્રેમ સંબંધ બંધાઈ જતાં બંને પરણીત પ્રેમી પંખીડા પોતાના પુત્રને સાથે લઇ થોડા મહિના અગાઉ  નાસી ગયા હતા જે બાદ ગ્રામજનો દ્વારા તેમને પકડી લાવી માર મારી વરઘોડો કાઢી અમારે ઘરે લઈ આવી ગ્રામજનો દ્વારા અમને પણ માર મારતા અમે લોકોએ તારીખ 9 ને મંગળવાર ના રોજ સંજેલી પોલીસ મથકે લેખિત આ બાબતની  ફરિયાદ આપી હતી અમારા દિયર લિમસિગ સાથે ઘણાં વર્ષોથી અમારે જમીન બાબતે અણબનાવ બનેલ છે તે બાબતે અમે અવાર નવાર સંજેલી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવેલ છે જે બાદ સોમવારના રોજ વીડિયો વાયરલ થતાં સંજેલી પોલીસ દ્વારા પૂછપરછ માટે અમને પોલીસ મથકે લાવવામાં આવ્યા છે પરંતુ અમારે અમારા દિયર સાથે કોઈ પણ જાતના બોલ ચાલના સંબંધો નથી તે બન્ને પ્રેમી પંખીડા ક્યાં છે અને ક્યાં નાસી ગયા તેની અમને કોઇ પણ જાતની જાણ નથી      

Version : –  P.S.I. ડી.એસ. ઇસરાણી — જેસણલી તાલુકાના મોલી ગામે બે પરિણીત પ્રેમી પંખીડાઓને વીડિયો વાયરલ થતાં જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે ત્યારે ઘટનાની તપાસ કરતાં બન્ને પ્રેમી પંખીડાઓ સ્થળ પર મળી આવેલ નથી અને જેની હાલ શોધખોળ ચાલુ છે અને બંને પરિવારોના આગેવાનોને બોલાવી તેમની પાસે પૂછપરછ કરવામાં આવી રહી છે હાલ બંને પ્રેમી પંખીડાઓની મળી આવ્યા નથી  કોઈ પણ જાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો નથી પ્રેમી પંખીડા મળ્યા બાદ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here