સંજેલી તાલુકાની શાળા, આંગણવાડીઓ બંધ રહેતા મિની વેકેશન જેવો માહોલ પરંતુ તાલુકાની કે.જી.બી.વી. શાળાના બાલિકાઓ મિની વેકેશનની વંછિત

0
76
સંજેલી તાલુકાની ગ્રામ સભા મોકૂફ રખાઇ.
વધતા જતાં કારોના વાયરસના કિસ્સાને લઇને સાવચેતીના ભાગરૂપે સરકારે મોટો નિર્ણય કર્યો છે. તા.૧૬મી ને સોમવારથી ૨૯ માર્ચ સુધી શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ સહિત બંધ રાખવાના આદેશ મળતાની સાથે જ તાલુકાની શાળા, આંગવાડીઓમાં મીની વેકેશન જેવો માહોલ જોવા મળ્યો હતો અને સાથે સાથે ગ્રામ સભાઓ પણ મોકૂફ રાખવામાં આવી હતી. જ્યારે થાળા (સં.) તથા માંડલી ગામની કે.જી.બી.વી. ની બાલિકાઓને વેકેશનથી બાકાત રાખવામાં આવ્યા હતા. જેથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
કારોના વાયરસના સંભવિત ખતરાને લઈ સરકારે તાકીદે બેઠક બોલાવી શાળા, કોલેજો, આંગણવાડીઓ જેવા શિક્ષણ કાર્ય સહિત માટેનો મોટો નિર્ણય લઈ તા.૧૬/૦૩/૨૦૨૦ ને સોમવારના રોજ થી તા.૨૯/૦૩/૨૦૨૦ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેને લઇ આજે સંજેલી તાલુકામાં આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, એકલવ્ય રેસિડેન્સિયલ શાળાઓમાં મિની વેકેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સંજેલી તાલુકામાં માંડલી ગામે તેમજ થાળા (સં.) ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાંની બાલિકાઓને આ મિનિ વેકેશનથી વંછિત રહેવાનો વારો આવ્યો હતો, ત્યારે સંજેલી તાલુકાની ગ્રામ સભાઓ પણ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે અને સાથે સાથે વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ભીડવાળી જગ્યાએ પણ જવાનું ટાળવું જોઈએ. ઇન્ટરનેટ એમબી દેખાવાની એ આજની વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ, ચોકસાઇ અને સ્વચ્છતા રાખવી જોઈએ. અને વાઇરસના લક્ષણો દેખાય તો તબીબની સલાહ લેવી જોઈએ.
BYTE > > સી.આર.સી. કો-ઓ. થાળા (સં.) > > કિંજેશ પટેલ > > સ્ટેટ માંથી જ્યાં સુધી વિગતવાર માહિતી તેમજ સૂચના ન મળે ત્યાં સુધી કે.જી.બી.વી. ની બાલિકાઓને રજા આપવામાં આવી નથી.
BYTE > > સી.આર.સી. કો-ઓ. માંડલી > > રઘુનાથ ડામોર > > કે.જી.બી.વી. ની બાલિકાઓને હાલ રજા આપવા માટે કોઇ પણ જાતની સૂચના આપવામાં આવી નથી. જેના કારણે બાલિકાઓને હોસ્ટેલમાં જ રાખવામાં આવી છે. વિગતવાર માહિતી અને પરિપત્ર મળતાની સાથે જ કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here