૧૨૦૦ જેટલી સગર્ભા કિશોરી અને ધાત્રી માતાઓ હેન્ડવોશ મા ભાગ લીધો.
૨જી ઓક્ટોબર ના રોજ ગાંધી બાપુના જન્મ દિવસને રાષ્ટ્રીય સેવા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આજે ૧૨ જેટલી પ્રાથમિક શાળાઓમાં હેન્ડવોશ કેમ્પેનમાં ૧૨૦૦ જેટલી આંગણવાડીની સગર્ભા ધાત્રી અને કિશોરી બહેનોએ હેન્ડવોશમાં ભાગ લઇ પ્રમાણપત્ર મેળવ્યું હતું.
બીજી ઓક્ટોબર ગાંધી બાપુની જન્મ જયંતિને પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા ઇ – લોકાર્પણ ભૂમિપૂજન કાર્યક્રમો યોજ્યા હતા. ત્યારે સંજેલી તાલુકામાં આવેલી ચમારિયા, કાવડાનામુવાડા, જસુણી, ગોવિંદા તળાઈ, સરોરી, નેનકી, કરંબા, ઢેઢિયા, વાંસીયા, હિરોલા મુખ્ય, હિરોલા વર્ગ અને ગરાડિયાની પ્રાથમિક શાળાઓમાં આજે ૨જી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ અને રાષ્ટ્રીય સ્વચ્છતા દિન નિમિત્તે હેન્ડવોશ, ઉકાળા, માસ્ક અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકામા ૧૨ જગ્યાઓએ મળી આંગણવાડી કેન્દ્રની ૧૨૦૦ જેટલી સગર્ભા કિશોરી તેમજ ધાત્રી માતાઓએ હેન્ડવોશ કાર્યક્રમ ભાગ લીધો હતો. તમામ બહેનોને સ્વચ્છતા કીટ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું, સાથે સાથે હાથ ધોવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં ચાલી રહેલા કારોના મહામારીને લઈને કેવા પ્રકારની સાવધાની રાખવી તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોનું ટેમ્પરેચર ગનથી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંજેલી તાલુકા CDPO ચંદ્રીકાબેન મકવાણા, આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, આરોગ્ય શાખાના કર્મચારીઓ, સંજેલી સરપંચ કિરણભાઇ રાવત, સંજેલી તાલુકાના અન્ય ગામોના સરપંચ, તાલુકા પાર્ટી પ્રમુખ જશુભાઇ બામણીયા, યુવા મોરચાના જિલ્લા મંત્રી રાકેશભાઇ મછાર, તાલુકા અધ્યક્ષ મોહનભાઇ ચારેલ, માજી તાલુકા પ્રમુખ માનસિંગભાઇ ભાભોર, જગદીશભાઇ પરમાર, CRC, BRC, આચાર્યો, શિક્ષકો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.