સંજેલી તાલુકામાં ચેકડેમ કૌભાંડના ત્રણ આરોપીની ધરપકડ : રૂ. 33 લાખ ઉપરાંતના ચેકડેમ કૌભાંડ સામે 15 જેટલા ઇસમો સામે કાર્યપાલક ઇજનેરે નોંધાવી ફરિયાદ

0
154
 SMIT DESAI –– SANELI 
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભામણ, મોલી, વાસિયા, કોટા, હિરોલા, જેવા ગામોમાં જમીનનું ધોવાણ અટકાવવામાટે સરકારની યોજના મુજબ લાખો રૂપિયાની સહાયે આપવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો સરકારી યોજનના લાખો રૂપિયા ચાવ કરી જવાની પેરવી કરતા હોય છે જયારે પાપનો ઘડો ભરાય ત્યાંરે ફુટિયા વગર રહેતો નથી. પાણીનું સ્તર ઉંચુ લાવવા માટે ખેતરોના સર્વે નંબરમાં માછણનાળા વિભાગ દ્વારા 15 જેટલા ચેકડેમો બનાવવા માટે ₹.૩૩,૧૦,૪૨૦/- જેટલી રકમ ચૂકવવામાં આવી હતી. ચેકડેમ બનાવ્યા વગર જ મંજૂર થયેલી રકમ બારોબાર ઉપાડી લેતાં તાલુકા ૧૫ જેટલા ઈસમો સામે વર્ષ 2016 કાર્યપાલક ઇજનેર જયેશ ચંદુલાલ ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી. સંજેલી તાલુકામાં આવેલા ભામણ, મોલી, વાસિયા, કોટા હિરોલા જેવા ગામડાઓમાં જમીન ધોવાણને અટકાવવા અને પાણીનું સ્તર ઊંચું લાવવા 20 ટકા લોકફાળા ભાગીદારથી  માછણનાળા દિવડા કોલોની વિભાગ દ્વારા સંજેલી તાલુકામાં લગભગ 15 જેટલા ચેકડેમો મંજુર કરવામાં આવ્યા હતા અને જેમાં ₹.33,૧૦,૪૨૦/- જેટલી રકમ ફાળવવામાં આવી હતી. જે રકમ લાભાર્થી દ્વારા પોતાના સર્વે નંબરોમાં ચેકડેમ બનાવ્યા વગર જ બારોબાર કાગળ ઉપર ચેકડેમ બનાવી નાણાં ઉપાડી લીધા હતા જે ચેકડેમ કૌભાંડની તપાસ કરાતાં સ્થળ ઉપર કોઈ પણ જાતના ચેકડેમ મળી ન આવતાં દીવડા કોલોનીના કાર્યપાલક ઇજનેર જયેશકુમાર ચંદુલાલ ચૌધરીએ તા.૦૩/૦૮/૨૦૧૬ ના રોજ સંજેલી પોલીસ મથકે પંદર જેટલા આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
થોડા દિવસ અગાઉ મોલી ગામે બે પ્રેમી પંખીડાઓને દુલા પર બેસાડી ગ્રામજનો દ્વારા તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ થયો જેમાં મોલી ગામના વીરસિંગ રૂપા બારીયાની પણ ધરપકડ કરાઇ હતી જેમાં પોલીસ મથકે  અગાઉના ગુનાની કરમ કુંડળી જોતાં  ચેકડેમ કૌભાંડમાં ગુનો નોંધાયો હતો જે બાદ તેની કોર્ટ કસ્ટડીમાંથી ધરપકડ કરી સંજેલી PSI ડી.એસ.ઇસરાણીએ સંજેલી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેમાં વધુ તપાસ હાથ ધરતા મંગલા લાલજી ભગોરા રહેવાસી ચાકીસણા અને સુરેશ વીરસિંગ ખાંટ રહેવાસી ધાવડિફળિયાની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here