સંજેલી તાલુકામાં ઠેર ઠેર સ્વતંત્રતા દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી

0
254

FARUK PATEL – SANJELI

 

 

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં 72માં સ્વતંત્રતા પર્વેની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર ધ્વજ વંદન કરી સલામી આપવામાં આવી હતી. આજના દિવસે જ દેશ આઝાદ થયો હતો. 15મી ઓગસ્ટના દિવસે દેશ ભરમાં સ્વતંત્રતા દિવસ તરીકે રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે ધ્વજ વંદન ફરકાવ્યા બાદ દેશ ભક્તિ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા , સ્કૂલના બાળકો દ્વારા દેશભક્તિ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા સંજેલી તાલુકા કક્ષાની ઉજવણી અણિકા મુકામે કરવામાં આવી હતી, તેમાં સંજેલી મામલતદાર વી.જી.રાઠોડ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમાં સંજેલી તાલુકા વિકાસ અધિકારી પી.એસ. અમલિયાર, તાલુકા પંચાયત પ્રમુખ શાંતાબેન જગદીશભાઈ પરમાર, સંજેલી PSI એસ.એન.બારીયા, ડુંગરા ગ્રામ પંચાયતના સરપંચ પ્રફુલભાઈ રાઠોડ, જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચો, કર્મચારી ગણ, સ્કૂલના આચાર્ય, શિક્ષકો, બાળકો, યુવાનો, વડીલો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર લોકો જોડાયા હતા
અણિકા પ્રા. શાળામાં અભ્યાસ કરી સફળતા મેળવનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા લોકનૃત્યો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામો આપવામાં આવ્યા હતા કાર્યક્રમનું સંચાલન માંડલી પે.સેન્ટરના આચાર્ય રમેશભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here