સંજેલી તાલુકામાં લોકડાઉન દરમિયાન સીલ કરેલ બોર્ડર ખુલ્લી ન કરાતા લોકોને ભારે હાલાકીનો કરવો પડે છે સામનો

0
88

જસુણી થી વડબારા, ઝૂંસા ગામ તરફની બોર્ડર પર માટીનો ઢગલો યથાવત.

કોરોના વાઈરસને લઈને લોકડાઉન દરમિયાન વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની ગ્રામ્ય વિસ્તારના રસ્તા પરની બોર્ડરો પર માટી ના ઢગલા કરી બોર્ડર સીલ કરી દેવામાં આવી હતી. અનલોક થતાં જ બોર્ડરે ખુલ્લી કરી દેવામાં આવી છે, ત્યારે જસુણી થઈ વડબારા ઝૂંસા ઘાટી તરફની બોર્ડર ખુલ્લી ન કરાતાં સ્થાનિક લોકો તેમજ અવરજવર કરતાં વાહનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક બોર્ડર ખુલ્લી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.

કોરોના વાયરસને કારણે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં કોઈ પ્રવેશી ન શકે તેને લઇ મુખ્ય માર્ગ સિવાય ગ્રામ્ય વિસ્તાર ના અંતરિયાળ રસ્તાઓ પરની બોર્ડર સીલ કરવામાં આવી હતી જ્યારે સંજેલી તાલુકામાં જસુણી થઈ વડબારા, સંતરામપુર થઈ મહિસાગર અને ઝૂંસા ટેકરે સૂલીયાત થઈ પંચમહાલ જિલ્લાની સરહદ જસુણી ત્રણ રસ્તા પર વહીવટી તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી. જે રસ્તો અનલોક થયા અને ૧૫ દિવસ જેટલા દિવસ થઇ ગયા છતાં પણ રસ્તો ખુલ્લો ન કરાતા સ્થાનિક લોકો તેમજ અવર જવર કરતા વાહન ચાલકો તેમજ ઇમરજન્સી વાહનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક જૂની ત્રણ રસ્તા પર નાખેલી માટીના ઢગલા દૂર કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here