સંજેલી તાલુકામાં સમી સાંજે વાવાઝોડા સાથે મુસળધાર વરસાદ એન્ટ્રી

0
272
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ગત રોજ તા.૧૦/૦૬/૨૦૨૦ ના બુધવારના રોજ સમી સાંજે અંદાજે ૦૬:૦૦ વાગ્યાના સમય ધૂળની ડમરી સાથે તોફાની પવન ફૂકાયો હતો. અને ધીમી ધારે મેઘરાજાનું સંજેલી તાલુકામાં આગમન થયું છે. આથી સંજેલી તેમજ આસપાસના ગામડાના લોકોમાં અનેરો આનંદ છવાઈ ગયો છે. એક તરફ આખા દિવસ ભારે ઉકળાટમાં લોકો બફાઈ રહ્યા હતા, ત્યારે સમી સાંજે ઠંડા પવનના સુસવાટાથી લોકોને રાહત થઇ હતી. આકાશમાં વીજળીના કડાકા-ભડાકા થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને મુસળધાર વરસાદ વરસવાની પ્રથમ એન્ટ્રીએ સમગ્ર પંથકમાં લાઈટો ગુલ થઇ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here