સંજેલી તાલુકામાં સ્વચ્છઆવ્યાતા મિશન અંતર્ગત ૪૦૦ ઉપરાંત શૌચાલયના ખાદ્દ-મુર્હત કરવામાં આવ્યા

0
430

faruk patellogo-newstok-272-150x53(1)

  Faruk Patel – Sanjeli 

        દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં ૫૬ ગામોમાં શૌચાલયના સર્વે કરવામાં આવ્યા. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સંજેલી તાલુકામાં  ૪૦૦ ઉપરાંત શૌચાલયના દાહોદ જિલ્લાના રજીસ્ટ્રાર એ.પી.અસારી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના હિંગુ, સંજેલી તાલુકા વિકાસ અધિકારી વી.ડી.ખાંટ, મામલતદાર એ.આર.ડામોર દ્વારા ૫૬ ગામોમાં અલગ અલગ જગ્યાએ ખાદ્દ-મુર્હત કરવામાં આવ્યા.

        દાહોદ જિલ્લાની વિષમ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈને તારીખ૦૭/૧૦/૨૦૧૬ થી ૧૭/૧૦/૨૦૧૬ સુધી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલયના સર્વે ગમે-ગમે અને ફળિયા દીઠ આંગણવાડી વર્કર, તેડાગર, આશાવર્કર તથા પ્રાથમિક શિક્ષકો દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.

  navi 2images(2)      સંજેલી તાલુકામાં અલગ અલગ ટીમ બનાવી પ્રભાત ફેરી, એનાઉન્સમેંટ નિગરાણી કમિટી બનાવવામાં આવી હતી અને આ કમિટી દ્વારા દરરોજ સવારમાં ગામે ગામ જઈને ખુલ્લામાં શૌચક્રિયાએ જનારને હાથમાં ફૂલ આપીને ગાંધીગિરિ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે શાળાના બાળકો દ્વારા અને ગ્રામજનો દ્વારા સ્વચ્છ ગામ સ્વચ્છ ભારત જેવા બોર્ડ લઈને ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here