સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ, ડીઝલ અને અન્ય જીવન જરૂરિયાત વસ્તુના ભાવ વધારા સામે તાલુકા મામલતદારને આપ્યું આવેદનપત્ર

0
165
ગુજરાતમાં છેલ્લા અઢી દાયક જેટલા સમયથી ભાજપના પ્રજા વિરોધ શાસનમાં સામાન્ય પ્રજાજનો માટે આજીવિકા તેમજ દૈનિક જીવન ચલાવવાનું અત્યંત મુશ્કેલ બન્યું છે. દિન પ્રતિદિન પેટ્રોલ, ડીઝલ, ગેસ, તેલ સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં વધતા જતા ભાવને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ  અમિત ચાવડાની સુચના અનુસાર આજે તા.૧૭/૦૭/૨૦૨૧ ને શનિવારના રોજ સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ કાર્યકરો દ્વારા પેટ્રોલ, ડીઝલ, તેલ તથા અન્ય જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ હાથમાં પોસ્ટરો લઈ “હાયરે ભાજપ હાય હાય” ના નારા સાથે સંજેલી નગરમાં રેલી નીકાળી સંજેલી તાલુકા મામલતદાર દ્વારા રાજ્યપાલ સુધી પહોંચે તે રીતે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. અને આ વધેલ ભાવ વધારો પાછો ખેંચવા માટે આવેદન પત્ર આપ્યું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here