સંજેલી તાલુકા મથકે નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત

0
195
  • સંજેલી વાળા ભલે સુધરે કે ના સુધરે વિસ્તારને મારે સુધારવો છે. : સાંસદ જશવંતસિંહ ભાભોર 
  • મંત્રી બચુ ખાબડના પ્રવચનના ડાયરો ગણાવતા ઉપસ્થિત લોકોમાં હાસ્ય ફેલાયું 
  • વોટ મળે કે ના મળે અમો આ વિસ્તારને કામો કરવાના છે .

સંજેલી તાલુકા મથકે શનિવારના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈની પ્રેરણાથી ₹.૩૫૫ લાખના ખર્ચે ૩૫ પથારીની અત્યંત સુવિધાજનક અને સજ્જ ભવ્ય સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સંજેલી તાલુકાની પ્રજાને છેલ્લા ઘણા સમયથી આરોગ્યની સુવિધા માટે દરદર ભટકવું પડતું હતું. દવાખાનું છેલ્લા ત્રણ વર્ષથી ઝોલા ખાતું હતું. દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોરે કહ્યું કે આ તાલુકા જોડે મારો નાતો નજીકનો છે, અનમોલ જીવન કુદરતે આપ્યું છે, જે ટકી રહે તેના માટે ઉપર ભગવાન છે અને નીચે ડોક્ટર છે. તેના વગર આપણને કોઈને કામ લાગતું નથી. આ વિસ્તાર માટે હંમેશાં ચિંતિત રહીને વોટ મળે કે નહીં મળે સમાજ માટે તમે આપેલી જવાબદારી નિભાવવા માટે લગાતાર પ્રયત્ન કરીને સંજેલી તાલુકામાં લગભગ આ વર્ષે ₹.૫૦ કરોડના કામો કરવાના છે.

વધુમાં રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડએ તેમનો ડાયરો કરી આપણને જણાવશે ગરીબ, તવંગર તમામને સુવિધાઓ મળી રહે તેવા ભવ્ય બિલ્ડીંગનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. મંત્રી બચુ ખાબડ તાલુકાની એક લાખની વસ્તી છે, બીજા ચાર મળે તેમ છે આલવા કે નહીં આલવા વિચાર કરીએ છીએ આટલું કરવાથી તમારો દારો કેમ બીજે જાય છે તે ખબર પડતી નથી. આવો રૂપાળો અને કામ કરનારો મોદી અને અમિત શાહ જેવા બે નેતાની જોડી છે ત્યાર સુધી કોંગ્રેસ જન્મ નહીં લે ગર્ભથી લઈ મરણ સુધીના વ્યવસ્થા કરવામાં આવી છે. રૂપિયા અને દવાખાનાના વાંકે ઘણા મરણ પામતા હતા. ગુજરાતનું આરોગ્ય સેવામાં દેશમાં પ્રથમ નંબર છે. તમે પણ હથેળી વાળો વિચાર કરતાં નહીં જે ખૂટતું હશે તે અમે કરવા તૈયાર છે. તમામ સુવિધાઓ આપી છે બસ હવે ટિફિન બનાવીને આપવાના જ બાકી છે. તેમને મોદી, ભાભોર કે અમો બધા ગમતા નથી ? કેમ થાય છે ચૂંટણીમાં આખો દેશ મોદીના પડખે છે ત્યારે સંજેલી વાળા શું કરે છે ? અમારી શું ભૂલ છે ? રૂપાળો કામ કરવા વાળો સાંસદ નથી ગમતો ? ચૂંટણી આવે ને આપણે બીજે વિચાર કરીએ મહારાષ્ટ્રમાં ઊંઘતા રહ્યા અને રાતોરાત ભાજપનો મુખ્યમંત્રી બની ગયો. મોદી – અમિત શાહની જોડી છે ત્યાર સુધી દેશમાં કોઇનો વારો નથી. સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય રમેશ કટારા, મંત્રી બચુ ખાબડ, જિલ્લા પ્રમુખ યોગેશ પારગી, ચેરમેન જુવાનસિંહ, તાલુકા પ્રમુખ શાંતાબેન પરમાર, પાર્ટી પ્રમુખ જશુભાઇ બામણીયા, મહામંત્રી રમેશ તાવિયાડ, રૂપસિંગ રાઠોડ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, ભાજપ કાર્યકરો, રુચિતા રાજ, જલ્પા માલ, બંટા બાપુ, જગુ બાપુ, આરોગ્ય અધિકારી ડો યુ. સી. લોહરા, T.H.O. રાકેશ વહોનિયા, FHW, આશાવર્કર, આંગણવાડી વર્કર, ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સામુહિક આરોગ્ય કેન્દ્રનના મુખ્ય મકાનમાં પોસ્ટમોર્ટમ રૂમ, ઓપરેશન થિયેટર, એક્સ રે રૂમ, ઓપીડી, ઇમરજન્સી, પ્રસુતિ, લેબોરેટરી, પુરુષ માટે દસ, મહિલા માટે દસ, જનરલ પાંચ પથારી સહિત લિફ્ટ વાળી મુખ્ય સગવડ ઉપલબ્ધ બહુમાળી બિલ્ડિંગ બનનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here