સંજેલી પંચાયતના રેન બસેરામાં રાત્રીના ૮ વાગ્યાના સુમારે સંજેલી તાલુકા પંચાયતનો સૌચાલયનો કર્મચારી દારૂ પીધેલી હાલતમાં

0
686

faruk patel logo-newstok-272-150x53(1)Faruk Patel Sanjeli

દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા છેલ્લા કેટલાક સમયથી સૌચાલય માટે સરકારશ્રી તરફથી નવી નવી રંગલા રંગલી જેવી પદ્ધતિ દ્વારા ગ્રામજનોને સમજ આપવામાં આવે છે ત્યારે સંજેલી તાલુકામાં ફરજ બજાવતા ક્લસ્ટર કો ઓર્ડીનેટર ચંદ્રસિંહ બી લુહાર ગઈકાલે તા.૧૩ ને સોમવારના રોજ રાત્રે ૮ કલાકે સંજેલી પંચાયતના રેન બસેરાની નીચે દારૂ પીધેલી હાલતમાં જમીન પર ગંદામાં સુતેલી હાલતમાં જોવા મળ્યો હતો અને તેની જોડે સંજેલી તાલુકાની કેટલીક પંચાયતોના રેકર્ડો અને સરપંચોની યાદીનં લીસ્ટ અને તિજોરીની ચાવી પડેલી હતી તેને જોઇને સંજેલી ગામના આજુબાજુના નગરજનોએ તેને ઉભો કરી પૂછતાં જણાવ્યું હતું કે હું તાલુકા પંચાયતનો બ્લોક કો ઓર્ડીનેટર છું અને મને મારી ઓફીસના કર્મચારીઓ ત્રાસીને મેં કોઈક જગ્યાએ દારૂ પી લીધો હતો અને હું સંજેલી તાલુકામાં એક મહિનાથી ફરજ બજાવું છું..

જયારે આ બાબતની સંજેલી તાલુકા વિકાસ અધિકારીને જાણ થતા તેઓએ સંજેલીના ગ્રામ સેવક ડામોરને જાણ કરી દારૂ પીધેલી હાલતમાં સુઈ રહેલો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો ક્લસ્ટર કો ઓર્ડીનેટર ચંદ્રસિંહ બી લુહારને ખાનગી ગાડીમાં પોતાના ઘરે મછેલાય સુધી રાત્રીના સમય દરમિયાન પહોંચાડી દેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here