સંજેલી મામલતદાર કચેરીમાં OBC જાતિનો દાખલો મેળવવા ૨૫ દિવસથી ધરમધક્કા, પિતાના નામમાં મામુલી ભુલ હોવાથી સોગંદનામુ પણ ઇનવેલિડ થયું

0
108
સંજેલી મામલતદાર કચેરીમાં OBC નોન ક્રિમિલિયર જાતિના દાખલા માટે પૂરતા પુરાવા આપવા છતાં પણ પિતાના નામમાં મામુલી ભૂલના સોગંદનામાં આપવા છતાં પણ જાતિનો દાખલો મેળવવા ૨૫ દિવસ થી ધરમધક્કા છતાં દાખલો ન મળતાં દીકરીનું ભવિષ્ય બગાડવાના ડરથી પરિવારમાં ચિંતાનો વિષય બન્યો.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચમારીયા ગામે રહેતા બારિયા ભોપતભાઇ ફતેસિહના લિવિંગ સર્ટીફીકેટમાં ભૂપતસિંહ લખાતાં પુત્રીને પોતાની લીવીંગ સર્ટી તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રમાં બારિયા કોમલબેન ભોપતભાઇના પુરાવાને આધારે સંજેલી મામલતદાર કચેરીમાંથી OBC નોન ક્રિમિલેયરનો દાખલો મેળવવા છેલ્લા ૨૫ દિવસથી ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. ધોરણ – ૧૨ના અભ્યાસ બાદ કોલેજ તેમજ અન્ય અભ્યાસક્રમ અને ઓનલાઈન ફોર્મમાં આ દાખલાની જરૂર પડતી હોવાથી દાખલો મેળવવા માટે સંજેલી મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. ત્યારે સંજેલી મામલતદાર કચેરીમાંથી પિતાના લીવીંગ સર્ટીમાં ભૂપતસિંહ અને પુત્રીની લિવિંગ સર્ટીફીકેટમાં ભોપતભાઇ જેવા નોર્મલ ભૂલને કારણે રિજેક્ટ કરતાં પુત્રીના પિતાએ ૫૦ રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામું રજૂ કર્યું હતું. તેમ છતાં OBC નોન-ક્રિમિલિયર દાખલો મેળવવા A.T.V.T. મામલતદાર આર.એમ. સોલંકી અને તાલુકા મામલતદાર પી.આઇ. પટેલ દાખલા માટે આઈ બાઇ ચાયણી કરાવતા પુત્રીના અભ્યાસને લઇને પરિવારમાં ચિંતા મોજું ફરી વળ્યું. છેલ્લા પચીસ દિવસથી આ પુત્રી અને તેનો પરિવાર સંજેલી મામલતદાર કચેરીમાં દાખલો મેળવવા માટે ધરમધક્કા ખાઇ રહ્યા છે છતાં પણ વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઇ યોગ્ય જવાબ આપતા નથી.
Version > > વિદ્યાર્થિની > > કોમલબેન બારીયા > > OBC નોન-ક્રિમિલિયર સર્ટીફીકેટ મેળવવા માટે આધારકાર્ડ, રેશનકાર્ડ, ફોર્મ, સોગંદનામું, સમાજ કલ્યાણનો દાખલો, એલ.સી. સહિતના તમામ પુરાવા આપ્યા છતાં પણ નોન-ક્રિમિનલ સર્ટીફીકેટ ન મળતાં મને તેમજ મારા પરિવારને ભવિષ્યની ચિંતા જાગી છે. આ બાબતે મામલતદાર સાથે મારા ભાઈએ રૂબરૂ વાતચીત કરતાં તેઓએ કહ્યું કે એલ.સી.માં સુધારા થયા બાદ જ દાખલો કાઢી આપવામાં આવશે. 
Version > > સંજેલી A.T.V.T. મામલતદાર > > આર. એમ. સોલંકી > > મારું કામ ફક્ત ફોર્મ ચેકિંગ કરવાનું છે, મુખ્ય મામલતદાર સાહેબ સહી કરશે પછી જ દાખલો કાઢી આપવામાં આવશે. તેના પરિવારને મામલતદાર સાહેબને મળવા માટે બોલાવ્યા હતા.
Version > > સંજેલી મામલતદાર > > પી.આઈ. પટેલ > ૨૫ દિવસથી દાખલો મેળવવા રખડે છે તો શું થયું, ખોટું હોય તો રખડવું પણ પડશે. નિયમ મુજબ જ થશે. નિયમમાં જે આવતું હશે તે જ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here