સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી બ્રાન્ચ દાહોદ દ્વારા આજ રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

0
246

સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી બ્રાન્ચ દાહોદ દ્વારા આજે 200 યુનિટ નું માતબર યોગદાન. આજે તા.૧૯/૦૫/૨૦૧૯ ને રવિવારના રોજ માનવ એકતા દિવસના ઉપલક્ષમાં રક્ત દાન શિબિરનું આયોજન પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે સવારના ૦૯:૦૦ કલાકે શરૂ કરવા માં આવ્યું હતું. તા.૨૪/૦૪/૧૯૮૦ ના દિવસે જ્યારે બાબા ગુરૂબચનસિંહજીની હત્યા કરવામાં આવી તો સમગ્ર નિરંકારી જગતમાં રોષ જાગ્યો અને ભક્તોના મન પોતાના ગુરુની હત્યા કરનારા સામે જબરદસ્ત રોષ સાથે દિલ્હી પહોચ્યા અને એક જ વાત અમારે પણ બદલો લેવો છે.
એવા સમયે જ્યારે બાબા હરદેવ સિંહજીને ગાદી સોંપવામાં આવી ત્યારે ભક્તોના મનમાં એવો પ્રશ્ન ઉદ્ભભવ્યો કે આ ૨૭ વર્ષનો નવયુવાન જેણે આજ દિન સુધી કોઈ શબ્દ નથી બોલ્યો તે શું કરસે પણ સાથે વિશ્વાસ પણ હતો કે ગુરુ કદી મરતો નથી. જ્યારે બાબા હરદેવસિંહજીને માઇક આપવામાં આવ્યું ત્યારે એમણે માઇક પર સર્વ પ્રથમ કહ્યું કે આપ મહાત્માઓનો ગુસ્સો બરાબર છે હું આપની ભાવનાની કદર કરું છું આપનો ગુરુ શિષ્ય એમ નાતો છે પણ મારો ડબલ નાતો છે ગુરુ શિષ્ય અને પિતા પુત્રનો. બેશક આપણે બદલો લઈશું. ઇટનો જવાબ પથ્થર થી આપીશું. લોહીની નદીઓ વહાવી દઇસુ પણ એ લોહી ગંદી નાલીઓમાં નહીં પણ માનવની નાડીઓમાં વહાવીશું એમ કરીને ભક્તો પર પ્રેમની વર્ષા કરી માનવતાની અલખ જગાવી અને બધા ભક્તોને પાછા મોકલ્યા અને પછી ૧૯૮૬ થી સંત નિરંકારી મંડળ દ્વારા રક્ત દાન શિબિરનું આયોજન શરૂ થયું. જેના ભાગ રૂપે આજે અહીં ૨૦૦ યુનિટનું માતબર રક્ત દાન થયું જેમાં ખાસ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સંતો ધામરડા, બોરડી, ચીખલિયા, અભલોડ, નવા નગર, નંદવા, નગરાલા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સંતોએ મોટી સંખ્યામાં ભાગ લીધો સાથે સત્સંગ અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ વડોદરા ઝોનના ઝોનલ ઇન્ચાર્જના સાંનિધ્યમાં સંપન્ન થયો હતો. ૧૯૮૬ થી ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી કુલ ૧૦,૩૬,૫૬૦ યુનિટનું રક્ત દાન થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here