સંસ્કૃતમાં પી.એચ.ડી.ની ડિગ્રી મેળવનાર બોપલના ડો.દીપિકા સરડવાનું સન્માન કરવામાં આવ્યું

0
380

nilkanth-vasukiya-viramgamlogo-newstok-272-150x53(1)NILKANTH VASUKIYA VIRAMGAM

– રાજકોટ ખાતે સંસ્કૃત વિષયમાં પી.એચ.ડી. ડિગ્રી મેળવાના વિદ્વાનોનો સન્માન સમારોહ યોજાયો

સંસ્કૃત વિષયમાં પી.એચ.ડી.ની પાડવી તાજેતરમાં જ પ્રાપ્ત કરી હોય તેવા વિદ્વાનોનું સ્વામીશ્રી પ્રણવાનંદજી સંસ્કૃત ટ્રસ્ટ, રાજકોટ તથા ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું  બોપલના નગરપાલિકાના કાઉન્સીલર રેખાબેન સરડવાના પુત્રવધુ ડો. દીપિકા વિઠ્ઠલપરા-સરડવાનું પણ પારિતોષિકો તથા પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી પ્રણવાનંદજી સંસ્કૃત પ્રચાર ટ્રસ્ટ રાજકોટ તથા શ્રી ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ જૂનાગઢના ખેસ પહેરાવીને પારિતોષિકો તથા પ્રમાણપત્ર આપીને પી.એચ.ડી.ની ડિગ્રી મેળવનાર વિદ્વાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને પી.એચ.ડી.ની ડિગ્રી મેળવનારા વિદ્વાનોને સંસ્કૃત ભાષા તથા ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે તન, મન, ધનથી કાર્ય કરવાં માટે જણાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાજેતરમાં જ સંસ્કૃત માં પી.એચ.ડી.ની ડિગ્રી મેળવનાર ડો.દીપિકા વિઠ્ઠલપરા-સરડવા, પ્રો.ડો.એમ.વી.જોશી, કૌશિકભાઈ છાયા, જનકભાઈ જોશી, મિહિરભાઈ જોશી, સહીત સંસ્કૃત ભાષાના અનેક વિદ્વાનો સહીત મોટી સંખ્યામાં સંસ્કૃત ભાષાના જિજ્ઞાસુઓ ઉપસ્થિત રહ્યા હતા.

navi 2images(2)સંસ્કૃતમાં પી.એચ.ડી.ની ડિગ્રી મેળવનારા બોપલના ડો.દીપિકા વિઠ્ઠલપરા-સરડવાએ જણાવ્યું હતું કે વેદ, ઉપનિષદ, પુરાણોની રચના દેવભાષા સંસ્કૃતમાં જ કરવામાં આવેલ છે. સંસ્કૃતએ ભારતની વિશ્વને આપવામાં આવેલ અમૂલ્ય ભેટ છે. ખાસ કરીને યુવાનોએ સંસ્કૃત ભાષા જાણવી ખુબ જ જરૂરી છે. આધુનિક યુગમાં પણ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે સંસ્કૃત ભાષાને સામાન્ય લોકો સુધી વ્યવહારમાં પહોંચાડવી ખુબ જ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here