મહિલા અને બાળવિકાસ ગાંધીનગર દ્વારા શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદના કેન્દ્ર સંચાલક સંધ્યાબેનના માર્ગદર્શન હેઠળ દાહોદના વાંદરિયા ગામમાં જાહેર રસ્તાની દીવાલો પર કોરોનાથી બચવા અંગેના સૂત્રો લખી ઘરે ઘરે જઈ બહેનોને “સખી” વન સ્ટોપ સેન્ટરની કામગીરી, ૧૮૧ અભયમ હેલ્પ લાઈન, વહાલી દીકરી યોજના, વિધવા બહેનોને વિધવા સહાય વિશેની માહિતી આપવામાં આવી તેમજ પેમ્ફલેટ વિતરણ કરી ને પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. હાલમાં જે વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાઇ રહી છે. તેનાથી કઈ રીતે સુરક્ષીત રહી શકાય તેની પણ જરૂરી માહિતી આપવામાં આવી હતી.
સખી વનસ્ટોપ સેન્ટર દ્વારા દાહોદના વાંદરિયા ગામમાં મહિલાલક્ષી યોજનાની અપાઈ માહિતી
RELATED ARTICLES