સજેલી પોલીસે મોટીભુગેડીના લુંટ ના બે આરોપી ઝડપી પડ્યા

0
929
 faruk patel logo-newstok-272-150x53(1)
Faruk Patel – Sanjeli
દાહોદ જીલ્લાના નવરચિત સંજેલી તાલુકામાં થોડા સમય અગાઉ ભામણ ગામે ફાઈનાન્સ કંપનીના બચત જૂથના રીકવરી ઓફિસર અને ગ્રામ વિકાસના કાર્યકર ભામણ ગામના વળાંકમાં બાઈક લઈને આવ્યા હતા ત્યારે તેમનો પીછો કરીને આવેલા મોટી ભુગેડી ગામના બે લુંટારુઓએ તલવારની અણીએ બાઈક રોકી ૫૨,૦૦૦/- ની આસપાસનો મુદ્દામાલ લુંટીને ફરાર થઇ ગયા હતા. જયારે રીકવરી ઓફિસરે સંજેલી પોલીસ સ્ટેશને આ બાબતની ફરિયાદ કરી હતી.
                આ બાબતની તપાસ દાહોદ જીલ્લા પોલીસવડા મનોજ નીનામાની સૂચનાને ધ્યાને લઇ એમ. જી. ડામોર સર્કલ પોલીસ ઇન્સ્પેકટર ઝાલોદ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક અને શ્રીમતી એમ. આઈ. ચૌધરી પો. સ. ઇ. સંજેલી પો. સ્ટે. તથા સંજેલી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે આજ રોજ તારીખ ૩૦/૦૩/૨૦૧૬  કોમ્બિંગ કરી સંજેલી પો. સ્ટે. I. ગુ.૨.નં.૫/૧૬ IPC  – ૩૯૨,  મુજબના ગુન્હાના નાસતા ફરતા બે આરોપીઓ (૧) સુરેશ કાંતિ નીનામા (૨) અરવિંદ રમણ નીનામા બંને રહેવાસી મોટીભુગેડી  તા. સંતરામપુર  જી. મહીસાગર નાઓને પકડી આગળની કાર્યવાહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here