Tuesday, June 17, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદસબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ઝાલોદ ખાતે રક્તદાન કેમ્પનું થયું આયોજન

સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ઝાલોદ ખાતે રક્તદાન કેમ્પનું થયું આયોજન

દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ઝાલોદ તાલુકાના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસરના અધ્યક્ષ સ્થાને ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઇલ ડોનેશન વાનના સહયોગ થકી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા, રકતદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા સવારે ૧૦:૦૦ વાગ્યા થી બપોરના ૦૪:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૫૦ જેટલી બોટલ બ્લડ ડોનેટ કરીને દેશ પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ કેમ્પમાં ગરાડુ ગામના ઉત્સાહી અને સેવાભાવી મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર મનીષભાઈ પંચાલ દ્વારા ૪૯ મી વખત રકતદાન કરીને માનવતાનું કાર્ય કર્યું હતું. તેજ રીતે ઝાલોદના સામાજિક કાર્યકર રીટાબેન સોલંકી દ્વારા ૦૭ મી વખત રકતદાન કરીને માનવતાનું કાર્ય કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં તમામ રક્તદાતાઓ ઉત્સાહપૂર્વક રકતદાન કરીને રાષ્ટ્રના રક્ષણમાં સહભાગી બન્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments