સમરસતા મંચ ગાંધીનગર વિભાગ દ્વારા છત્રાલના પ્રસિદ્ધ છત્રેશ્વર મહાદેવ મંદિરમાં સામુહિક કન્યા પૂજનનો કાર્યક્રમ યોજાયો

0
111

 

 

ગત રોજ ૩૦ જુલાઈ ૨૦૧૮, સોમવારના રોજ સમરસતા મંચ-ગાંધીનગર વિભાગ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગૌરીવ્રતના ઉપલક્ષમાં છત્રાલના પ્રસિદ્ધ છત્રેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં સામુહિક કન્યા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દરેક જાતિ-સમુદાયની ૫૩૯ કન્યાઓ અને એમાંય ખાસ કરીને અનુસૂચિત જાતિની કન્યાઓ અને એમના પરિવારજનો ખૂબ ઉત્સાહથી સહભાગી બન્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન દરેક કન્યાઓના પગ ધોઈને, એમનું કૂમકુમ ચાંલ્લાથી વિધિવત પૂજન કરવામાં આવ્યું હતુ તથા દરેક કન્યાઓને શૃંગાર-પેટી ભેટમાં આપવામાં આવી હતી. પૂજન બાદ, પૂજન માટે પધારેલ દરેક આમંત્રિત મહેમાનો અને અન્ય સૌએ સમરસતા ભોજનનો એકસાથે આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમના સંયોજક અશોકભાઈ પટેલની છત્રાલની ટીમે ખૂબ સુંદર વ્યવસ્થા કરેલ હતી. કાર્યક્રમમાં સમરસતા ગતિવિધિના ડૉ. હેમાંગભાઈ પુરોહિત, ભાઈલાલભાઈ સુથાર, સામાજિક સમરસતા અભિયાન (વી.એચ.પી.) ના પ્રાંત મંત્રી રશેષભાઈ રાવલ વિશેષમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસિદ્ધ છત્રેશ્વર મહાદેવ મંદિર અને ત્યાંના સભાગૃહમાં દરેક જાતિ-સમુદાયના લગ્ન અને અન્ય પ્રસંગો પણ યોજવામાં આવે છે.
સમરસતા મંચ ગાંધીનગર વિભાગ દ્વારા છત્રાલના પ્રસિદ્ધ છત્રેશ્વર મહાદેવ મંદિરમાં સામુહિક કન્યા પૂજનનો કાર્યક્રમ યોજાયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here