સાગટાળા પો.સ્ટે.ના બાઈક ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા તથા ધાનપુર કોર્ટના છ થી વધુ ગુનામાં પકડ વોરંટના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ધાનપુર પોલીસ

0
53

નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડા પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના કરેલ. જે અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાનાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ટીમો બનાવી વ્યૂહાત્મક રીતે અસરકારક કોમ્બિંગ હાથ ધરવા સૂચના કરેલ, જે સૂચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા લીમખેડા વિભાગનાઓએ નાસતા ફરતા આરોપીઓ વિશે માહિતી મેળવી તેમને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવા સૂચના અને જરૂરી માર્ગદર્શન કરેલ.

જે અનુસંધાને સર્કલ P.I. બી.બી. બેગડીયા દેવ. બારિયાનાઓએ પણ જરૂરી સૂચનાઓ આપેલ જે આધારે ધાનપુર પો. સ્ટે. PSI બી.એમ. પટેલ તથા Second P.S.I. એ.ડી. સોલંકીનાઓએ સ્ટાફના કર્મચારીઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારુ અલગ અલગ ટીમો બનાવી કોમ્બિંગનું આયોજન કરેલ. દરમિયાન આજે તા.૦૩/૦૬/૨૦૨૨ ને શુક્રવારના રોજ ધાનપુર પોલીસ સ્ટેશન સ્ટાફના A.S.I. વિદેશકુમાર કીરાસિંહ બ.નં.-1021 તથા આ.પો.કો. મોહનભાઈ કીડીયાભાઈ બ.નં.-280 તથા અ.પો.કો સંદીપભાઈ ગોવિંદભાઈ બ.નં.-૬૪૪ તથા બીજા પોલીસ માણસો એ રીતના પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે સાગટાળા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. 205/2021 ઇ.પી.કો કલમ 279, 114 મુજબના કામે તેમજ ધાનપુર પો. સ્ટે. ના ધાડ, લૂંટ, ચોરીના અલગ અલગ છ જેટલા ગુનામાં પકડ વોરંટના કામે નાસતા ફરતા આરોપી ઈશ્વર વીરસીંગભાઇ જાતે બામણીયા રહે.પાનમ સજવાણ ફળિયું, તા.ધાનપુર, જિ. દાહોદનાને તેના ઘરેથી હસ્તગત કરી સાગટાળા પો.સ્ટે. ખાતે સોંપવા માટે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આમ ધાનપુર પોલીસને સાગટાળા પો.સ્ટે.ના બાઈક ચોરીના ગુનામાં તેમજ ધાનપુર કોર્ટના ધાડ, લુંટ, ચોરી જેવા છ જેટલા ગુનાના કામે પકડ વોરંટના કામે છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here