સાણંદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં વરદ્હસ્તે વુમન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખૂલ્લો મૂકાયો

0
153
piyush-gajjar-viramgam
logo-newstok-272-150x53(1)
PIYUSH GAJJAR – VIRAMGAM
●         વન્ડર વિંગ્સ અને શેખાલી ગૃપ દ્વારા 11 હજાર  મહિલાઓને વન્ડર વિંગ્સ સેનેટરી નેપકિન અને હાઇજીન કિટ્સનું મુખ્યમંત્રી ના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. 
પ્લોટ ફાળવણીમાં મોટી કંપનીને નહી પરંતુ પોતાના ઉદ્યોગ શરૂ કરવા જતી મહિલા સાહસિકોને પ્રાથમિકતા અપાઇ. કુલ 208 પ્લોટ ફક્ત મહિલાઓ માટે તેમાંથી 122 પ્લોટની ફાળવણી અોનપેપર થઇ ગઇ.
ઓટોહબ સાણંદ હવે ઇન્ડસ્ટ્રીયલ હબ પણ બની ચુક્યું છે ત્યારે સાણંદ માટે વધુ એક ખુશીના સમાચાર છે કે જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી એવા મહિલાઓના પ્રાધાન્ય વાળા વુમન્સ મુખ્યમંત્રી વિજય રુપાણી ઇન્ડસ્ટ્રીયલ પાર્કને ખુલ્લો મૂક્યો હતો.જેથી આગામી સમયમાં સાણંદ તાલુકાના વિકાસને વધુ બુસ્ટ મળશે.અને તાલુકાના આસપાસના બેરોજગારોને પણ રોજગારી મળશે.
રાજ્ય સરકારે આશરે બે વર્ષ પહેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સમયમાં જાહેરાત કરેલી કે મહિલાઓને સ્વ નિર્ભર થવા માટે સાણંદ જીઆઇડીસીમાં રાહત દરે પ્લોટ ફાળવાશે જેને પગલે મહિલાઓ પોતાનાં સ્વતંત્ર ઉદ્યોગો સ્થાપી પગભર બનશે. સાણંદ જીઆઇડીસી ફેઝ 2માં આજ પ્લોટોની ફાળવણીનો શુભારંભ આજરોજ  મુખ્યમંત્રી વિજય રુપાણીને હસ્તે થયું હતું  સાણંદ નાયબ કલેક્ટર હર્ષવર્દન સોલંકીના જણાવ્યા મુજબ વુમન્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કુલ 208 પ્લોટ ફક્ત મહિલાઓ માટે છે જેમાંથી 122 પ્લોટની ફાળવણી ઓન પેપર થઇ ગઈ છે જેમાંથી મહિલાઓને પ્રતીકાત્મક રૂપે મુખ્યમંત્રીના હસ્તે ગુરુવારે પ્લોટ ફાળવાશે .આ પાર્કમાં કોઈ મોટી કંપનીને નહિ પરંતુ પોતાના ઉદ્યોગની શરૂઆત કરવા જઈ રહેલ મહિલા સાહસિકોને પ્રાથમિકતા અપાઈ છે.અને મોટે ભાગે આઈસ્ક્રીમ, વેફર જેવા નાના ઉદ્યોગો શરુ થનાર છે. ઉદ્યોગોથી ખાસ કરીને સ્થાનિકોને રોજગારીની અનેક તકો પ્રાપ્ય થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here