સુરખાઈ ખાતે ચીખલી પ્રાંત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

0
507

keyur-rathod-navsari

logo-newstok-272-150x53(1)KEYUR RATHOD NAVSARI

સુરખાઈ ખાતે ચીખલી પ્રાંત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો છેવાડાના માનવીને આગળ લાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે – આદિજાતિ વિકાસ અને વન રાજ્ય મંત્રી શબ્દશરણ તડવી 

૩૭૧૫થી વધુ લાભાર્થીઓને રૂપિયા ૧.૨૯ કરોડના સહાય – ચેક – સાધનો આપવામાં આવ્યા

નવસારી જિલ્લાના ચિખલી પ્રાંત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો – ૨૦૧૬  સુરખાઈ ખાતેના જ્ઞાન કિરણ ઘોડિયા સમાજ જ્ઞાતિમંડળ  વાડી ખાતે રૂપિયા ૧.૨૯ કરોડના સહાય, ૩૭૧૫ થી વધુ લાભાર્થીઓને ચેક  – સાધન સ્વરૂપે  રાજ્યના આદિજાતિ વિકાસ અને વન રાજ્ય મંત્રી શબ્દશરણ તડવી,  સંસદીય સચિવ જયંતિભાઈ રાઠવા, ગુજરાત રાજ્ય કૃષિ બોર્ડના ચેરમેન રમણલાલ પટેલ (જાની ) જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ પટેલ, ગણદેવી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી માંગુભાઈ પટેલ, નવસારીના ધારાસભ્ય  પિયુષભાઈ દેસાઇ, કલેક્ટર રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા ભરાડા સહિત  મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા.
સુરખાઈ  ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યના વન અને આદિજાતિ વિકાસ  વિભાગના રાજ્યમંત્રી શબ્દશરણ તડવી જણાવ્યુ હતું કે,  રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ દ્વારા છેવાડાના લોકોને ઘરે ઘરે શોધીને તેઓને અનુકૂળ સેવાકાર્યના સાધનો સહાયનો સીધો લાભ આવા વ્યક્તિને મળે એ માટે રાજ્ય સરકારનો પ્રયત્ન રહ્યો છે. દેશના વડાપ્રધાને ૨૦૧૦ થી ગરીબ કલ્યાણ મેળાનો રાજયમાં પ્રારંભ કરાવ્યો હતો. આ અગાઉ પણ યોજનાઓ અમલમાં હતી પરંતુ આ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોચતો ન હતો માનનીય વડાપ્રધાને જરૂરિયાતમંદ લોકોને સીધો લાભ આપવા રાજયભરમાં ગરીબ કલ્યાણ મેળા યોજી અનેક લોકોના જીવન ઉન્નત બન્યા છે. ગરીબ કલ્યાણ મેળાને પૂરતી સફળતા મળી છે.
મંત્રીએ વધુમાં જણાવ્યુ કે માનનીય વડાપ્રધાને ઉમરગમથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારને ધ્યાનમાં લઈ વનબંધુ કલ્યાણ યોજના બનાવી આદિજાતિ પત્તીમાં મોટું કાર્ય કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા અનેક યોજના થકી તેનો સીધો લાભ જનતાને મળ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આદિવાસી વિસ્તારમાં રસ્તા, પાણી, વીજળી, આવાસ, માળખાકીય સુવિધાઓ માટે પુરતી તકેદારી રાખી કાર્ય કરી રહ્યા છે. રાજય સરકારે તાજેતરમાં આશ્રમના ધોરણ – ૮ ના વર્ગો શરૂ કરવા પણ પ્રયાસ કર્યો છે.  

          સંસદીય  સચિવ  જયંતિભાઈ રાઠવાએ જણાવ્યુ હતું કે, દેશના વડાપ્રધાને ગરીબ કુટુંબોની સેવા કરવા અને તેમનું જીવન ધોરણ ઊંચું લાવવા ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી હતી જેનાથી અનેક લોકોના જીવનધોરણ સુધર્યું છે. રાજ્યના મુખ્ય મંત્રીએ ડ્રાય હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતાં આદિવાસી વિદ્યાર્થીઓની ચિંતા કરી હોસ્ટેલમાં જમવાની વ્યવસ્થાનો નિર્ણય કરી આદિવાસી વિદ્યાર્થીઓ માટે ભારે શિક્ષણ દ્વાર ખોલ્યા છે.navi 2images(2)

         ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મંગુભાઈ પટેલે જણાવ્યુ હતું કે અત્યાર સુધી રાજયમાં ૧.૩૦ લાખ લાભાર્થીઓને લાભ અપાયો છે. આજના ગરીબ કલ્યાણ મેળામાં ચીખલી તાલુકાનાં ૧૧ હજાર લાભાર્થીઓને ૯૦૮-૦૦ લાખના સહાય અને ગણદેવી તાલુકાનાં ૪૯૩૨ લાભાર્થીઓને રૂપિયા ૧૬૦.૭૭ લાખની સાધન સહાય હાથો હાથ આપશે. લાભાર્થીઓને આ સાધનો, સહાય મેળવી ઉત્તરોત્તર પ્રગતિ કરવા અનુરોધ કર્યો હતો.
             નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઇએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ગરીબ કલ્યાણ મેળામાં કુલ ૧૬૦૦૩ લાભાર્થીઓને ૧૦૬૯.૭૧ લાખના જુદા જુદા લાભો અર્પણ કરાયા હતા. આજે સુરખાઈ ખાતે ૩૭૧૫ લાભાર્થીઓને ૧૨૯.૧૪ લાખના ચેક સાધન સહાય અપાયા છે. જ્યારે અન્ય ૧૨૧૩૭ લાભાર્થીઓને મેળાના અગાઉના દિવસોના દરમિયાન રૂપિયા ૯૩૨.૮૮ લાખના સહાયચેક અર્પણ કરાયા છે.
પ્રારંભમાં જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરી મહાનુભવોને આવકાર્યા હતા.  ગરીબ કલ્યાણ મેળા દરમિયાન સ્વચ્છતાના સંદેશ, મારે ગરીબ નથી રહેવું જેય નાટકો દ્વારા વિદ્યાર્થીઓએ સંદેશો આપ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના અધ્યક્ષ, સભ્ય, તાલુકા પંચાયતના સભ્યો અધિકારીગણ, લાભાર્થી ભાઈ – બહેનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here