હિંમતનગર થી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં ઝલાઈ ગામે એક 407 ટેમ્પો ઘાસ ભરીને લઈને આવતો હતો. આ 407 ટેમ્પો ફતેપુરા ગામમાંથી પસાર થતાં ઇલેક્ટ્રિક તાર જોડે સાથે અડી જતાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. અને આગ લાગતા ડ્રાઇવર ગભરાઈ જતા ટેમ્પો ઉભો કરી દીઇ તે ઉતરી ગયો હતો, પરંતુ ગામના આગેવાન લોકોએ સમય સુચકતા વાપરી હતી અને તેમાં ફતેપુરા પાછલા પ્લોટના બંને છોકરાઓ ફયાજ મોઢિયા અને ઉવેશ ગુડાલાએ હિંમત કરી ડ્રાઈવરને ગાડી આગળ લેવા માટે કહ્યું હતું અને ગાડીને છાલોર નદી ઉપર લઈ ગયા હતા અને ગાડી પાણીમાં જવા દીધી હતી. તેમજ ફતેપુરા PSI બરંડાએ ઝાલોદ ફાયર ફાઈટરને જાણ કરીને બોલાવી લીધો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી હતી. બીજી બાજુ 407 ટેમ્પોને પણ કોઈ મોટું નુકશાન કે આની કોઈની જાનહાની થયેલ નથી.
