હોલીજોલી ગૃપ અને બ્રિજેશ દરજી દ્વારા “નારી સમૃદ્ધિ યાત્રા” દ્વારા મહિલાઓએ કેવી રીતે બચત કરવી તેનું સુંદર આયોજન કરવામાં આવ્યું

0
335

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના હોલી જોલી ગૃપ અને બ્રિજેશ દરજી દ્વારા “નારી સમૃદ્ધિ યાત્રા” કાર્યક્રમ આજ રોજ તા.૦૭/૦૬/૨૦૧૯ ને શુક્રવારના રોજ ગોવિંદ નગરમાં આવેલ પંડિત દિન દયાલ ઓડિટોરિયમ ખાતે સાંજે ૦૫:૦૦ કલાક થી ૦૭:૦૦ કલાક દરમિયાન રાખવામાં આવેલ હતો. આ “નારી સમૃદ્ધિ યાત્રા” માં તમારા સ્વપ્નો અમારી શ્રદ્ધા છે, સ્ત્રી પ્રત્યેક સ્વપ્નથી વધુ સારી દુનિયા બનાવે છે. આજની સ્માર્ટ દુનિયામાં સ્માર્ટ સેવિંગ્સ કેવી રીતે કરવું તે જાણવાનું ખરેખર મહત્વપૂર્ણ છે. તમારા સપનાઓ જેવા કે તમારા બાળકનું શિક્ષણ, તમારી કૌટુંબિક ઇચ્છા, વિશ્વ પ્રવાસ અથવા નિવૃત્તિ યોજના જેવા સ્માર્ટ બચતના દરેક સ્વપ્ન સાચા થઈ શકે છે. તે માટે તમારા સપના સાકાર કરવા  હોલી જોલી ગૃપ અને બ્રિજેશ દરજી સાથે આવીને રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે રોકાણ કરવુ, તેના દ્વારા પોતાનો વિકાસ કેવી રીતે કરવો તે સ્પીકર: નવેદૂ શેખર દ્વારા શીખવવા માંં આવ્યું હતું.

વધુમાં તેઓએ બે કલાક સુધી મહિલાઓએ પોતાની પાસે રહેલ બચતનું ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું, પોતાની લાઈફ કેવી રીતે સિક્યોર કરવી, ઘરમાં પણ મહિલાઓનો મોટો રોલ હોય છે, મહિલાઓ પતિએ ખર્ચ પેટે આપેલ રકમમાંથી બચત કરતા હોય છે. વધુમાં વધુ તેઓ ફિક્સ ડિપોઝીટમાં પોતાનું રોકાણ કરતા હોય છે. FD માં કેટલું વળતર મળે ? FD માં રોકાણ ન કરી મ્યુચ્યુઅલ ફંડમાં કે શેરમાં રોકાણ કરીએ તો કેટલો વધારે બેનિફિટ મળે અને લાંબા ગાળે વધુ સારી આવક મળે તેના માટે શેર માર્કેટ, સ્ટોક માર્કેટમાં રોકાણ કરવું જોઈએ અને જો વધુ નફો મેળવવો હોય તો શોર્ટ ટર્મ રોકાણમાંથી હવે બહાર આવવું જોઈએ. એમ તેમણે સમજાવ્યું હતું. આમ આ કાર્યક્રમ બહુ સારી રીતે પૂર્ણ થયો હતો. કાર્યક્રમ પુુર્ણ થયા પછી બધી જ મહિલાઓ માટે સ્વાદિષ્ટ ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here