૧૪માં નાણાંપંચના આયોજનમાંથી ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા ડોર 2 ડોર કચરા કલેકશન માટે ખરીદવામાં આવ્યો નવો ટેમ્પો

0
83

૧૪માં નાણાં પંચના આયોજનમાંથી ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા ડોર ટુ ડોર કચરા કલેકશન માટે નવો ટેમ્પો ખરીદવામાં આવ્યો.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત ૧૪માં નાણાં પંચના આયોજન માંથી ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા નગરમાંથી ભીના અને સૂકા કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર કચરા કલેકશન માટે આજ રોજ નવો મીની ટેમ્પો ખરીદવામાં આવ્યો હતો અને કચરા કલેકશન માટેના નવા ટેમ્પાનું નાયબ તાલુકા વિકાસ અધિકારી ગઢવી સાહેબ તથા ગામના સરપંચ અશોકભાઈ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું તથા ગ્રામ પંચાયત કચેરી આગળ સ્વચ્છતાનું ચિત્ર દોરી ગામમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવાનો એક નાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડોર ટુ ડોર કચરા કલેકશન માટેનો ટેમ્પો મામલતદાર કચેરીએ લઈ જવામાં આવ્યો હતો ત્યાં મામલતદાર સાહેબ તથા પ્રાંત સાહેબ સહિતના મામલતદાર કચેરીના કર્મચારીઓએ સફાઈ અભિયાન હાથ ધરી મામલતદાર કચેરીના પરિસરમાં શ્રમદાન કરી સફાઈ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here