૭૨માં સ્વાતંત્ર્ય દિનની ગરબાડા તાલુકામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

0
201

 

 

૭૨ માં સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ખાતે પાટાડુંગરી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી. જેમાં ગરબાડા નાયબ મામલતદાર એચ.એસ.જોષી હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજને સલામી આપી સમૂહમાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગરબાડા નાયબ મામલતદાર એચ.એસ.જોષીએ પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું. જ્યારે ગરબાડા તાલુકા વિકાસ અધિકારી વાય.એમ.બારિયાએ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૧૮ અંતર્ગત માહિતી આપી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને SSG-૨૦૧૮ એપ પ્લે સ્ટોર ઉપરથી એપ ડાઉનલોડ કરી એપમાં સફાઈ વ્યવસ્થા સંબંધી જરૂરી પ્રતિક્રિયા આપવા આહ્વાન કર્યું હતું.

ટુંકીવજુ ગામના વિકાસ અર્થે રૂપિયા પાંચ લાખનો ચેક ગરબાડા નાયબ મામલતદાર સાહેબના હસ્તે ટુંકીવજુ ગ્રામ પંચાયતના સરપંચને સરકાર તરફથી અર્પણ કરવામાં આવ્યો હતો તથા સાથેસાથે નિવૃત મામલતદાર એન.આર.ગોહિલે પાટાડુંગરી ગામ ખાતે મંદબુદ્ધિના બાળકોના વિકાસ અર્થે રૂ।.૧૧,૧૧૧/- આપવાની જાહેરાત કરી હતી.

ધ્વજવંદનના કાર્યક્રમ બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ શાળાના પટાંગણમાં રાખવામાં આવ્યો હતો અને પધારેલ મહાનુભાવોએ બાળકોને પ્રોત્સાહિત ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

તાલુકા કક્ષાની સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિતે આમંત્રિત મહેમાનો, સરકારી કર્મચારીઓ, રાજકીય આગેવાનો, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં ગામલોકો કાર્યક્રમના સ્થળે ઉપસ્થિત રહ્યા હતા અને ૭૨ માં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

ગરબાડા તાલુકામાં ગ્રામ પંચાયત ઓફિસો, સરકારી કચેરીઓ, પોલિસ સ્ટેશન, ગામની તથા તાલુકાની અન્ય શાળાઓમાં પણ સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here