🅱️reaking : દાહોદમાં આજે કોરોના પોઝીટીવના વધુ ૦૩ કેસ નોંધાયા

0
803

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં આજ રોજ ૧૦ કોરોના ના સેમ્પલના રિપોર્ટ લેવાયા હતા. જેમાંથી ૦૭ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૩ ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. તેમાંથી ૦૨ વ્યક્તિઓ કે જે તા.૧૭/૦૫/૨૦૨૦ ના રોજ આનંદ જિલ્લાના ઉમરેઠ થામણા ગામથી પ્રાઇવેટ વેન્ટો ગાડી નંબર GJ-01 RV-1501 માં દાહોદના મુુુફદ્દલ કોમ્પલેક્ષમાં રહેતા અલીઅસગર હુસેનીભાઈ ગરબાડાવાલા ઉ.વ. – ૩૨ વર્ષ, અને તેમની પત્નિ શિરીનબેન ગરબાડાવાલા ઉ.વ. – ૨૮ વર્ષ આ બે વ્યક્તિઓ ઉપર એક જિલ્લામાંથી બીજા જિલ્લામા પાસ પરમીટ વગાર આવવા બદલ પોલીસ કેસ પણ થયેલ છે અને ત્રીજી વ્યક્તિ પ્રીત મીનેેશભાઈ દેસાઈ ઉ.વ. – ૨૮ વર્ષ ના કે જેઓ તા.૧૮/૦૫/૨૦૨૦ ના રોજ દિલ્હીથી દેસાઈવાડ, દાહોદ ખાતે આવેલ. આ ત્રણેય વ્યક્તિઓના રિપોર્ટ આજે પોઝીટીવ આવતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આમ ત્રણેય કેસ ટ્રાવેલ હિસ્ટ્રીવાળા છે.

આ ત્રણેય કોરોના પોઝીટીવ વ્યક્તિઓમાં એક મહિલા અને બે પુરુષોને ગવર્નમેન્ટ ક્વોરાન્ટાઈન કરી આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. આમ આ દર્દીઓના સંપર્કમાં કોણ કોણ આવેલા છે તે લોકોની તપાસ શરૂ કરાઈ. આ ત્રણ કેશની સાથે દાહોદનો કુલ કોરોના કેસનો આંકડો પહોંચ્યો ૩૦ ને પાર. જે માંથી ૧૮ લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે અને ૧૨ પેશન્ટ આઈસોલેશન વોર્ડમાં ભરતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here