Monday, February 17, 2025
Google search engine
HomeDahod - દાહોદ🅱️reaking : કોરોના બ્લાસ્ટ - દાહોદમાં કોરોના પોઝીટીવની હારમાળા શરૂ, સળંગ ત્રણ...

🅱️reaking : કોરોના બ્લાસ્ટ – દાહોદમાં કોરોના પોઝીટીવની હારમાળા શરૂ, સળંગ ત્રણ દિવસમાં કુલ ૧૯ કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા ૨૭ થઈ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લામાં આજે તા.૦૭/૦૭/૨૦૨૦ ને મંગળવારના રોજ એક જ ઘરના ૦૫ વ્યક્તિઓ સહિત અન્ય ૦૧ વ્યક્તિને કોરોના પોઝીટીવ સાથે કુલ ૦૬ લોકો કોરોના પોઝીટીવ જાહેર થતા શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે ૧૪૪ જેટલાં સેમ્પલો એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેઓના રિપોર્ટ આજ રોજ આવતા ૧૪૪ સેમ્પલો પૈકી ૧૩૮ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૦૬ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આ ૦૬ વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં પણ ખલભલાટ મચી ગઇ છે.

દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા દાહોદ જિલ્લાની તમામ જનતાને વારંવાર અપીલ કરતા જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ આ બાબતે વધુ સાવચેત રહેવું, મોટા શહેરોમાં અનિવાર્ય સંજોગો શિવાય ન જવું, ફેરિયાઓ માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝનો ઉપયોગ કરવો જોઈએ, કન્ટેઇનમેન્ટ વિસ્તારમાંથી પરત ફરનાર નાગરિકમાં જો કોરોનાના લક્ષણ દેખાય કે તરત જ સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. વઘુમાં તેમણે એમ પણ કહ્યું કે જો કોઈપણ નાગરિક કાયદાઓ પ્રત્યે બેદરકારી રાખશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દાહોદ જિલ્લાની તમામ જનતાને NewsTok24 ની ટીમ વતી એક વિનંતી કે ઘરમાં રહો સુરક્ષિત રહો. વગર કારણે બજાર કે કોઈપણ જગ્યાએ જવાનું ટાળો.

આજ રોજ દાહોદ જિલ્લાના કોરોના પોઝીટીવ કેસનો ફરીથી બ્લાસ્ટ થવા પામ્યો હતો. અને કુલ ૦૬ વ્યક્તિઓને કોરોનાએ સકંજામાં લઈ લીધેલ છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓના નામ (૧) સલીમ રશીદ ગરબાડાવાલા, ઉ.વ. – ૪૦ વર્ષ, (૨) સોહિલ સોયબ ગરબાડાવાલા ઉ.વ. – ૨૦ વર્ષ, (૩) વસીમ સાદિક ખોડા ઉ.વ. ૨૦ વર્ષ, (૪) રૂકમાન હારુન પટેલ ઉ.વ. ૩૨ વર્ષ, (૫) સોહેલ ઇકબાલ પાઠક ઉ.વ. ૨૭ વર્ષ આ તમામ પાંચેય રહે. મોટા ઘાંચીવાડા દાહોદના અને (૬) અમિતભાઇ સરદારભાઈ નિનામાં ઉ.વ. ૩૬ વર્ષ રહે. રળિયાતી ભુરા, તા. ઝાલોદનાઓને કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિતભાઇ સરદારભાઈ નિનામા કે જેઓ હાલોલ થી પોતાના વતન રળિયાતી ભુરા આવેલ છે અને આ દરેક વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.

થોડીવાર પહેલા આરોગ્ય વિભાગ દ્વારા વધુ ૦૧ વ્યક્તિને કોરોના પોઝીટીવ જાહેર કરવામાં આવ્યો જેનું નામ જશુભાઈ પટેલ ઉ.વ. ૫૪ વર્ષ રહે. B/૩૫૬, સમન્વય એપાર્ટમેન્ટ, ગોવિંદ નગર, દાહોદ. કે જે તા.૦૬/૦૬/૨૦૨૦ ના રોજ પોઝીટીવ આવેલ સમીરભાઈ દેવડા સાથે ગરબાડા ખાતેની હાઈસ્કૂલમાં સાથે નોકરી કરે છે. તેઓ વડોદરાની ત્રિકલર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.

THIS NEWS POWERED BY –– PHONE WALE 

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં વધુ ૦૧ કોરોના પોઝીટીવ કેસ સાથે કુલ ૦૭ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૮૦ થઈ છે. જેમાંથી આજ રોજ અન્ય ૦૨ વ્યક્તિઓ સજા તથા કુલ ૫૦ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૭ થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો આંકડો ૦૩ થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments