🅱️reaking : દાહોદનાં ઘાંચીવાડનાં યુવકની બાઇક બ્રિજ ઉપર વીજ થાંબલા અને દીવાલ વચ્ચે ફસાતા લાગ્યો વીજ કરંટ, લોકોએ ખેંચીને કાઢ્યો

0
190

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

🅱reaking Dahod : દાહોદ ફ્લાયઓવર બ્રિજ ઉપર એક બાઈક સવાર યુવક થાંબલા સાથે અથડાયો. થાંબલા સાથે અથડાતા લાગ્યો વીજ કરંટ. વીજ કરંટ લાગતા યુવક થાંબલા સાથે ચોટયો. ઘટના બનતાની સાથે ઠક્કર ફળીયાના લોકો અને રાહદારીઓ રોકાયા અને તે યુવકને થાંબલા અને દીવાલ વચ્ચે થી બહાર કાઢવા જતા લોકોને પણ લાગ્યો વીજ કરંટ.

યુવક ને તાત્કાલિક 108માં ઝાયડ્સ હોસ્પિટલ ખાતે લઈ જવાયો. યુવકના શરીરે ઓછી વત્તી ઈજાઓ પરંતુ યુવકની સ્થિતી હાલ સ્થિર. પરંતુ કરંટ લાગતા યુવક ઘભરાઈ જતા ડિપ્રેશનમાં જતો રહ્યો છે અને હાલ પણ તેને ધ્રુજારી ચાલી રહી છે. સદનસીબે વીજ થાંબલા અને પેટ્રોલની ટાંકી ભેગી ના થઈ નહીંતર મોટી હોનારત થવાની શક્યતાઓ હતી. લોકોએ પટ્ટાથી ખેંચીને દીવાલ અને થાંબલા વચ્ચેથી યુવકને કાઢ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here