🅱️reaking : દાહોદના ટાંડાના ચમારીયા તળાવમાં ડૂબી જતાં માતા અને ત્રણ બાળકોના મોત

0
551

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ ગ્રામ્યની કરુણ ઘટના : એક જ પરિવારના ચાર વ્યક્તિના ડૂબી જવાથી મોત

દાહોદ જિલ્લાના ટાંડા ગામના ચમારીયા તળાવમાં ત્રણ બાળકો સહિત માતાનું ડૂબી જવાથી મોત. ઝરીખુર્દ ગામમાં રહેતી માતા સામાજિક પ્રસંગમાં ટાંડા ગામે પોતાના ત્રણ બાળકોને લઈને ગઈ હતી. જો કે મોડી સાંજે માતા રેખાબેન મુકેશભાઈ જાતે. પરમાર ઉ.વ. ૩૫, પુત્ર નામે સચિન મુકેશભાઈ જાતે પરમાર ઉ.વ. ૧૩, અને હિમાંશુ મુકેશભાઈ જાતે પરમાર ઉ.વ. ૮ અને પુત્રી કે જેનું નામ ચેતનાબેન મુકેશભાઈ જાતે પરમાર ઉ.વ. ૧૧ જે તમામ રહેવાસી ઝરીખુર્દ ગામના હતા. માતા, બે પુત્રો અને એક પુુુત્રી સહિત આ તમામની લાશ તળાવ માંથી મળતા સમગ્ર પંથકમાં  ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંદાજે બપોરના ૦૩:૦૦ કલાકની આસપાસ બનવા પામ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું હતું.

આ બનાવમાં 13 વર્ષીય બાળકના કપડાં તળાવ કિનારે થી કાઢેલી હાલતમાં મળી આવ્યાં હતા. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ત્રણ બાળકો સહિત માતાની લાશ ને પીએમ માટે અનાસ – ટીમરડા મોકલી આપી છે. વહેલી સવારે પી.એમ કરી મૃતકોની લાશ પરિવારને સોંપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here