THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં આજે તા.૦૪/૦૭/૨૦૨૦ ને શનિવારના રોજ સળંગ ચોથા દિવસે વધુ ૦૧ યુુુવતિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે. આજ રોજ જિલ્લા કલેક્ટર દ્વારા પણ જાહેર જનતાને સજાગ અને બજારમાં કે કોઈ દુકાનમાં જઈએ તો સેનેટાઇઝરનો અને માસ્કનો ઉપયોગ કરવો તેમ જણાવ્યું હતું. વધુમાં આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૧૭૨ ના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેના આજે તા.૦૪/૦૭/૨૦૨૦ ને શનિવારના રોજ બધાના સેમ્પલ આવ્યા જેમાં ૧૩૧ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૧ યુુુવતિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
આજ રોજ દાહોદ જિલ્લાના કોરોના ૦૧ પોઝીટીવ કેસ આવતા તેઓનું નામ (૧) જાગૃતિબેન વિનોદભાઈ દેવડા ઉ.વ. – ૨૨ વર્ષ રહે. ડબગરવાડ, મુ.પો.દાહોદનાને કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તા.૦૧/૦૭/૨૦૨૦ નેે બુુધવાર ના રોજ આ 22 વર્ષીય યુવતીના પિતાને કોરોના પોઝીટીવ આવતા ઘરના દરેક સભ્યોના રિપોર્ટ લેવામાં આવ્યા હતા. તેમાં ઘરના દરેક સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા અને તેમની પુત્રીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ યુવતી કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રી ની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
THIS NEWS POWERED BY –– PHONE WALE
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં ૦૧ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૬૨ (બાંસઠ) થઈ છે. જેમાંથી કુલ ૪૫ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૬ થઈ ગઈ છે. અને એક વ્યક્તિનું કોરોનાને કારણે મૃત્યુ થયેલ છે