🅱️reaking : દાહોદમાં આજે 190 સેમ્પલ આવ્યા તેમાંથી 2 કોરોના પોઝીટીવ આવતા તંત્રમાં ખળભળાટ 

0
1117

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજે તા.૧૭/૦૫/૨૦૨૦ ને રવિવારના રોજ કુલ ૧૯૦ સેમ્પલના રિપોર્ટ મળ્યો હતો જેમાં ૧૮૮ વ્યક્તિઓના સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૨ વ્યક્તિઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આજે લોકડાઉન – ૩ જ્યારે પૂરું થવાનું છે ત્યારે દાહોદ શહેરમાં ઉપરાછાપરી બે દિવસમાં ૪ કેસ પોઝીટીવ આવવાથી હવે આગળના દિવસોમા તંત્ર દ્વારા દાહોદમાં કેવી છૂટછાંટ અપાય છે તે જોવાનું રહ્યું.

આજે જે ૦૨ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેમાંથી એક વ્યક્તિ નિયાઝુદ્દીન કાઝી ઉ.વ.- ૨૭ વર્ષ રહે. કસ્બા દાહોદ કે જે મુંબઈથી તા.૦૪/૦૫/૨૦૨૦ ના રોજ આતાઉદ્દીન કાઝી સાથે તેની ગાડીમાં આવ્યો હતો. અને તેને રેલ્વે હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન કરેલ છે. અને બીજી જે મહિલા છે તે દાહોદ શહેરના જુના વણકરવાસમાં રહેતી નફીસા પઠાણ ઉ.વ.- ૪૫ વર્ષ કે જેને લીમખેડા હોસ્પિટલમાં ક્વોરોન્ટાઈન કરેલ છે.

આ બંને કેસ દાહોદ સરકારી ક્વોરોન્ટાઈન ફેસિલિટીમાં છે. અને કોન્ટેકટ ટ્રેસિંગની હિસ્ટ્રીવાળા છે. તેઓ બંનેને આજે Covid – 19 આઇસોલેશન વોર્ડમાં દાહોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. આમ દાહોદમાં કુલ 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધી 16 કોરોના પેશન્ટ સાજા થયા છે અને તેમને રજા અપાઈ છે. અને માત્ર 6 પેશન્ટ કોવિડ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં ભરતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here