દાહોદ જિલ્લામાં અને શહેરમાં જડબેસલાક બંધ પળાયો લોકોએ પોતાના ઘરોમાં ક્વોરન્ટાઇન કર્યા. દાહોદમાં સીનેમેરા મલ્ટિપ્લેક્સ, ઓટોમોબાઇલના શોરૂમ, કાપડ, ચંપલો તેમજ અન્ય વેપારીઓએ દુકાનો જડબેસલાક બંધ રાખી જનતા કરફ્યુ નો અમલ કર્યો હતો. અને સાથે સાથે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કરફ્યુને દિવસે સાંજે 5 વાગે દસ મિનિટ તાળીઓ પાડી, થાળીઓ વગાડવાની, શંંખ વગાડવાના અને જોર જોરથી ગાયત્રી મંત્રને ગાવાની વાત માની અને દાહોદ જીલ્લાના નાગરીકો દ્વારા ડોક્ટરો, આરોગ્ય વિભાગના કમઁચારી, પોલીસ વિભાગના કમઁચારી તથા મીડીયાના લોકોનું ખડે પગે સેવા આપવા બદલ તાળીઓ પાડી, થાળી વગાડી અભિવાદન કર્યું હતું. સાચી વાત કરીએ તો દેશ આજે પણ વડા પ્રધાન મોદી સાથે હતો અને આવતી કાલે પણ રહેશે.
🅱️reaking : દાહોદમાં જનતા કરફ્યુ સફળ, સિનેમેરા મલ્ટિપ્લેક્સ, મોલ, દુકાનો, શોરૂમો જડબેસલાક બંધ
RELATED ARTICLES