THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં આજે તા.૦૫/૦૭/૨૦૨૦ ને રવિવારના રોજ સળંગ પાંચમા દિવસે એક સાથે ૦૭ વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે. વધુમાં આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૧૬૨ ના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેના આજે તા.૦૫/૦૭/૨૦૨૦ ને રવિવારના રોજ બધાના સેમ્પલ આવ્યા જેમાં ૧૫૫ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૭ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
આજ રોજ દાહોદ જિલ્લાના કોરોના પોઝીટીવ કેસનો ધડાકો થયો હતો. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓના નામ (૧) જયેશ શંકર મંગલાણી ઉ.વ. – ૨૩ વર્ષ રહે. ચાકલિયા રોડ, મુ.પો.દાહોદ, (૨) સાજેદાબેન પાટુક ઉ.વ. – ૫૦ વર્ષ રહે. દેસાઇવાડા, દાહોદ કે જેઓ શુક્રવારના રોજ હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું હતું, (૩) ડો.પથિક મોહિતભાઈ દેસાઈ ઉ.વ.૨૩ વર્ષ રહે.ગોવિંદ નગર, દાહોદ, (૪) શાંતુભાઈ જગદીશભાઈ ચૌહાણ ઉ.વ. ૩૫ વર્ષ રહે. અલીરાજપુર (M.P.), (૫) પવનકુમાર કેવલચંદ જૈન ઉ.વ. ૪૩ વર્ષ રહે. ગોધરા રોડ, દાહોદ, (૬) મહેન્દ્ર દિલીપ માખીજાની ઉ.વ. ૩૨ વર્ષ અને (૭) દિલીપ નારાયણભાઈ માખીજાની ઉ.વ. ૫૩ વર્ષ રહે. દાહોદનાઓ ને કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. ઉપરોક્ત ૦૭ કોરોના પોઝીટીવ વ્યક્તિઓમાંથી ૦૩ વ્યક્તિઓતો પહેલા થી જ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ છે. અને એક મહિલા નું હાર્ટએટેકથી મૃત્યુ થયેલ હતું. અને આ દરેક વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રી ની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
THIS NEWS POWERED BY –– PHONE WALE
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં ૦૭ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૬૮ (અડસઠ) થઈ છે. જેમાંથી કુલ ૪૭ લોકો સાજાથઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૯ થઈ ગઈ છે. અને એક વ્યક્તિનું વડોદરા ખાતે ડાયાબીટીસના કારણે અને ૦૧ માહિલાનું દાહોદમાં હાર્ટએટેકના કારણે મૃત્યુ થયેલ છે. આ બંનેનો પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે.