THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં આજે તા.૦૬/૦૭/૨૦૨૦ ને સોમવારના રોજ છઠ્ઠા પાંચમા દિવસે પણ એક સાથે ૦૫ વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં પણ હલચલ મચી ગઇ છે. વધુમાં આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૧૩૬ ના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેના આજે તા.૦૫/૦૭/૨૦૨૦ ને સોમવારના રોજ બધાના સેમ્પલ આવ્યા જેમાં ૧૩૧ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૫ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેેેમા જિલ્લા વિકાસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. હવે જો વહીવટી તંત્રમાં જ કોરોના પોઝીટીવ કેસ આવી ગયો છે તો દરેક ઉપરી અધિકારી પોતાની જાતને સેલ્ફ ક્વોરાન્ટાઈન કરે તે ઈચ્છનીય છે. આ બાબતેે આજે ફરીથી
દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા અપીલ કરતા કહેવામાં આવ્યું હતું કે જિલ્લાની તમામ જનતાને કોરોના સંક્રમણ આ બાબતે વધુ સાવચેત રહેવું, મોટા શહેરોમાં અનિવાર્ય સંજોગો શિવાય ન જવું, ફેરિયાઓ માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝનો ઉપયોગ કરવો જોઈએ, કન્ટેઇનમેન્ટ વિસ્તારમાંથી પરત ફરનાર નાગરિકમાં જો કોરોનાના લક્ષણ દેખાય કે તરત જ સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. વઘુમાં તેમણે એમ પણ કહ્યું કે જો કોઈપણ નાગરિક કાયદાઓ પ્રત્યે બેદરકારી રાખશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
દાહોદ જિલ્લાની તમામ જનતાને NewsTok24 ની ટીમ વતી એક વિનંતી કે ઘરમાં રહો સુરક્ષિત રહો. વગર કારણે બજાર કે કોઈપણ જગ્યાએ જવાનું ટાળો.
આજ રોજ દાહોદ જિલ્લાના કોરોના પોઝીટીવ કેસનો ફરીથી બ્લાસ્ટ થયો હતો. અને ૦૫ વ્યક્તિઓને કોરોનાના સકંજામાં લઈ લીધેલ છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓના નામ (૧) રચિત રાજ (જિલ્લા વિકાસ અધિકારી), ઉ.વ. – ૨૩ વર્ષ રહે. જિલ્લા પંચાયત, મુ.પો. દાહોદ, (૨) ફરજાનાબેન ગફફારભાઈ કુંજડા ઉ.વ. – ૫૧ વર્ષ રહે. દાહોદ કે જેઓનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે, (૩) ઈન્દુ નગીનભાઈ પરમાર ઉ.વ.૬૦ વર્ષ રહે. નાના ડબગરવાડ, દાહોદ, (૪) મહંમદ રફીક અબ્દુલસલામ ભુંગા ઉ.વ. ૫૧ વર્ષ રહે. મોટા ઘાંચીવાડા, દાહોદ અને (૫) સમીરભાઈ જશવંતભાઈ ઉ.વ. ૩૬ વર્ષ રહે. દાહોદનાઓ ને કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. અને આ દરેક વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રી ની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
THIS NEWS POWERED BY –– PHONE WALE
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં ૦૫ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૭૩ (તોત્તેર) થઈ છે. જેમાંથી કુલ ૪૮ લોકો સાજાથઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૩ થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુ નો આંકડો વધીને ૦૩ થઈ ગયો છે.