🅱️reaking : દાહોદ જિલ્લામાં ત્રીજો કોરોના પોઝીટીવ કેસ : ગરબાડા તાલુકાના યુવાનને કોરોના પોઝિટિવ

0
2235

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભીલવા ગામના નદી ફળિયા વિસ્તારમાં રહેતા એક ૨૭ વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર ગઇ કાલ તા.૧૩ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા ૧૩ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાં બે સેમ્પલ રિપિટ હતા. આ સેમ્પલના આજે પરિણામો આવતા એક વ્યક્તિને કોરોના લાગુ પડ્યો હોવાનું માલૂમ પડ્યું છે. બાકીના ૧૦ સેમ્પલ નેગેટિવ છે. આ યુવાન ગત તા.૦૮/૦૪/૨૦૨૦ ના રોજ રાજસ્થાનના ભવાની મંડી ખાતે ગયો હોવાનું હાલના તબક્કે આરોગ્ય વિભાગના ધ્યાને આવ્યું છે. એ બાદ સાર્સના લક્ષણો સાથે દાહોદની ઓમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં આ ત્રીજો કેસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here