THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં આજે તા.૦૧/૦૭/૨૦૨૦ ને બુધવારના રોજ વધુ ૦૨ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૯૪ ના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેના આજે તા.૦૧/૦૭/૨૦૨૦ ને બુધવારના રોજ બધાના સેમ્પલ આવ્યા જેમાં ૯૨ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૨ વ્યક્તિઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. અને થોડી વાર પહેલા જ ૦૧ સગર્ભા મહિલાનો પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા સમગ્ર પંથકમાં હાલચાલ મચી જવા પામી છે.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના રહેતા વિનોદ પરસોત્તમદાસ દેવડા ઉ.વ. – ૪૬ વર્ષ કે જેઓ ત્રણ દિવસ અગાઉ લુણાવાડા ગયેલ અને ત્યાંથી પરત પોતાના વતન દાહોદ ખાતે આવેલ અને બીજા જશવંતભાઈ મનુભાઈ પરમાર ઉ.વ. – ૩૦ વર્ષના કે જેઓ કર્ણાટક થી ગરબાડા તાલુકાના જેસાવાડા મુકામે આવ્યા હતા.
આ બંનેમાં કોરોના પોઝીટીવના લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ બંને વ્યક્તિઓને ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓનો રિપોર્ટ આજ રોજ આવતા તે કોરોના પોઝીટીવ જાહેર થતા દાહોદ શહેરના નાના ડબગરવાડ અને જેસાવાડાના સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા અને પતરાથી સીલ કરવાની ગતિવિધિ શરૂ કરી દેવામાં આવી હતી. અને ત્યારબાદ આ બંને વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવ્યા છે તેની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
THIS NEWS POWERED BY –– PHONE WALE
હાલમાં થોડી વાર પહેલા જ વધુ એક મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જે મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો તે મહિલાનું નામ હેતલબેન સંજયભાઈ પંચાલ ઉ.વ. – ૩૭ વર્ષ, રહે. લક્ષ્મીનગર, દાહોદ અને તેઓ સગર્ભા અવસ્થામાં છે અને તેઓ અમદાવાદની સન ફ્લાવર હોસ્પિટલમાં (IVF) પદ્ધતિથી ડિલીવરી માટે ગયા હતા. જ્યા તેનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝીટીવ આવ્યો હતો. જોકે કોરોના પોઝીટીવ આવેલી સગર્ભા મહિલાના પતિ કામકાજ અર્થે વડોદરા અને અમદાવાદ ખાતે કાયમી જતા હોય તેવી ટ્રાવેલ હિસ્ટ્રી પણ સામે આવી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા હાલ મહિલાના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ આદરી તેઓને પણ ક્વોરાન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરી છે
દાહોદ જિલ્લાના બંનેને કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૫૭ (સત્તાવન) થઈ છે. જેમાંથી કુલ ૪૫ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૧ થઈ ગઈ છે. અને એક વ્યક્તિનું વડોદરા ખાતે ડાયાબિટીસની દવા કરાવવા ગયેલ અને ત્યાં તેમનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું.