🅱️reaking : દાહોદ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને દાહોદ સ્માર્ટ સિટી સંદર્ભે યોજાઈ પત્રકારો જોડે પ્રેસ કોન્ફરેન્સ

0
329

 

 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે સ્માર્ટ સીટી અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ જેમાં…. દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત બેઇઝડ ડેવલપમેન્ટ માટે ૩૯ પ્રોજેકટસ માટે ૧૦૩૭.૯૮ કરોડ ખર્ચાશે.

દાહોદ શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સીટી બસ સુવિધા ઉપલબ્ધ કરાશે. નગરમાં બાળકો સીનીયર સીટીઝન યુવા વર્ગ તમામને ધ્યાને લઇ સુવિધાઓ પૂરી પાડવાનું આયોજન છે. : કલેક્ટર વિજય ખરાડી

ભારત સરકાર દ્રારા સ્માર્ટ સીટી મિશન અંતર્ગત દાહોદને તા. ૨૩/૬/૨૦૧૭ના રોજ સ્માર્ટ સીટી તરીકે ત્રીજા તબકકામાં જાહેર કરવામાં આવ્યુ છે. દાહોદ શહેરને સ્માર્ટ સીટી બનાવવા માટે ભારત સરકાર દ્રારા મંજુર કરવામાં આવેલ જુદા જુદા પ્રોજેકટ ટુંક સમયમાંજ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા હાથ ધરવામાં આવશે. જેની વિસ્તૃત જાણકારી માટે સ્માર્ટ સીટી ચેરપર્સન અને જિલ્લા કલેકટરશ્રી વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સરદાર સભાખંડ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.

દાહોદ સ્માર્ટ સિટીમાં કલેકટર સમક્ષ ઊછળ્યા કયાં કયાં મુદ્દાઓ : (૧) દાહોદમાં ઓટો રીક્ષાઓની સંખ્યા ગણતરી તેમજ ઓટો ચાલક પાસે ફરજીયાત યુનિફોર્મ ડ્રેસ તેમજ સાથે બેજ નંબર હોવો જરૂરી. (૨) રાત્રીના સમયે ઓટો રીક્ષા ચાલકો દ્વારા થતી રાત્રીના સમયે એકની ડબલ ભાડા વસુલી લુંટ ઉપર અંકુશ મેળવવા માટે રજુઆત કરાઈ. (૩) દાહોદમાં બંધ પડેલી હાલતમાં શોભાના ગાઠીયા સમાન ટ્રાફીક સિંગનલો ચાલુ કરવા રજુઆત કરાઈ ટુંક સમયમાં થશે ચાલુ.

અને હવે કલેકટર વિજય ખરાડી દ્વારા કરાયેલી પ્રેસ કોન્ફરેન્સમાં દાહોદ સ્માર્ટ સિટિમાં ચાલુ થનારા કામોની યાદી : (૧) દાહોદમાં સિટી બસના રસ્તાઓનું સર્વે પુરૂ થયું ટુંક સમયમાં સિટી બસના રૂટની કામગીરી ચાલુ થશે અને અલગ અલગ વિસ્તારોમાં સિટી બસના સ્ટોપ ઉભા કરવામાં આવશે. (૨) દાહોદ શહેરમાં રખડતા ઢોરો કે જે રસ્તા ઉપર ઉભા રહી ટ્રાફીકની સમસ્યા ઉભી કરતા હોઈ છે તેમને નવું સુવિધા વાળુ પાંજરાપોલ બનાવી આપીશું તેમા દરેક જાનવર – પશુઓની દેખભાળ રાખી શકાશે. (૩) સૌથી વધુ મહતવનો મુદ્દો દાહોદ શહેરમાં રખડતા શ્વાન જે લોકો પાછળ અને ટુ વ્હિલર, ફોર વ્હિલર પાછળ આખો દિવસ દોડતા જ રહે છે અને સ્કુલે જતા બાળકોને સૌથી વધુ એમનાથી બીક લાગે છે તેવા શ્વાનોને પાલિકાના ચીફ ઓફીસર જોડે ચર્ચા કર્યા બાદ પકડવાની કામગીરી શરૂ કરાશે. (૪) દાહોદ શહેરને ફ્રી ઈન્ટરનેટ વાયફાઈથી કનેકટ કરવાનું કામ ટૂંકમાં શરૂ થશે. (૫) દાહોદ શહેરમાં પ્રવેશતા ત્રણ રોડ ઉપર સ્માર્ટ એન્ટ્રી અને સાઈનેજ બોર્ડ. (૫) દાહોદ શહેરમાં ડિજિટલ ડિસ્પલે બોર્ડ. (૬) દાહોદ શહેરમાં ચોરી અને ગુનાખોરીને રોકવા શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને ટ્રાફીક પોંઈન્ટો ઉપર ડિજિટલ સીસીટીવી કેમેરા. (૭) દાહોદના એક માત્ર છાબ તળાવનુ બ્યુટીફીકેશન પ્રોજેક્ટસમાં છાબ તળાવની ફરતે જોગર્સ પાર્ક સાયકલ ટ્રેક તથા તળાવમાં ફરવા માટે બોટીંગની સુવિધા સૌ પ્રથમ મોડયુલર STPનું કામ હાથ ધરવામાં આવશે. (૮) ICCC ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બિલ્ડીંગ. (૯) સિટી સ્માર્ટ પોલ્સ અને સ્માર્ટ કમ્પોન્નટસ. (૧૦) ઈમર્જન્સી કોલ બોક્સ. (૧૧) પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને (૧૨) ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક અમલીકરણ પ્રણાલિ

આ તમામ કામો આગામી સમયમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here