દાહોદ બ્રેકીંગ : દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના ઝાલોદ રોડ ખાતે આવેલ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આગળ ગેસ પાઈપ લાઈનમાં આગ લાગી. ગેસ લાઇનમા આગ લાગતા મચી ભાગદોડ. ગેસ લાઇનમા વારંવાર આગ લાગવાના બનાવ ના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડને જાણ કરાતા તેઓ ધટના સ્થળે પહોંચી. દાહોદ રૂરલ પોલીસ ને જાણ કરતા પોલીસ સત્વરે દોડી આવી. ગેસ કંપનીના કમઁમચારી અધિકારીઓ પણ દોડી આવ્યા. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
