Tuesday, December 10, 2024
Google search engine
HomeBig Breaking🅱️reaking : પોતાના પુત્રના વર્ષગાંઠની કેક લેવા ગયેલ રેલ્વે અધિકારીને ત્યાં બાળકોને...

🅱️reaking : પોતાના પુત્રના વર્ષગાંઠની કેક લેવા ગયેલ રેલ્વે અધિકારીને ત્યાં બાળકોને બંદી બનાવી ₹. ૩૦ લાખ ઉપરાંતની મત્તાની સનસનાટી ભરી લૂંટ કરી ચાર લૂંટારું ફરાર

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય નગર દાહોદના ગોવિંદનગર વિસ્તારમાં આજે તા.૦૯/૧૧/૨૦૨૦ ના સોમવાર ના રોજ સાંજના સમયે રેલવે અધિકારી પોતાના પુત્રની વર્ષગાંઠ હોઈ પતિ પત્ની બંને જણા સાંજે ૦૫:૦૦ વાગ્યાથી ૦૬:૩૦ વાગ્યાના સમય દરમિયાન બજારમાં કેક અને નાસ્તો લેવા માટે ગયા હતા. તેવા સમયમાં અમારે ઘરે અમારા પુત્ર અને પુત્રી એકલા હતા અને તેવા સમયમાં 4 અજાણ્યા ઈસમોએ ઘરે આવી અને ઘરનો દરવાજો બંધ દરવાજો પાણી મંગવાના બહાને ખોલાવી અને ઘરમાં ઘુસી ગયા અને બાળકોને માર મારી બાંધી દીધા હતા અને ઘરમાં તિજોરીમાં પડેલ ₹. 30 લાખના દાગીના અને રોક્કડ લઇ લૂંટારુઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.

THIS NEWS IS POWERED BY –– PHONEWALE

આ મામલે રેલ્વે ધિકારી રાકેશકુમાર સિંઘ જ્યારે પોતાની પત્ની સાથે બજારથી પાછા ફર્યા ત્યારે ઘરે આવીને જોયું તો તે આશ્ચર્યમાં પડી ગયા હતા અને ગભરાઇ હતા. પોતાના બાળકો ને અને ઘરની આ સ્થિતિ જોઈને તેઓએ સીધા દાહોદ ટાઉન પોલીસનો સંપર્ક કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર દાહોદમાં ભયનો માહોલ ખડો થયો હતો અને દાહોદ ટાઉન પોલીસે આ મામલે લૂંટની ફરિયાદ નોંધી આગળ લૂંટારુઓનું પગેરૂ મેળવવાની દિશામાં તપાસ ની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments